Dhrangdhra : સુરેન્દ્રનગરના ખેરવા ગામ પાસે ૬ લોકો જીવતા ગાડીમાં ભૂંજાયા

સુરેન્દ્રનગરના ખેરવા ગામ પાસે ૬ લોકો જીવતા ગાડી માં ભૂંજાયા : વહેલી સવારે ડમ્પર અને ઇકો કાર વચ્ચે અકસ્માત માં ઇકો કાર સળગી
સુરેન્દ્રનગર થી વારાહી તરફ જતા ૬ લોકોના મોતથી અરેરાટી
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે ગોઝારા બની જવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે ઉપર રોજ બરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યારે દિવાળીના સમયગાળામાં મોટા અકસ્માતમાં અને અલગ-અલગ અકસ્માતમાં ૧૦ જેટલા લોકોના મોત નિપજ્યા છે જ્યારે બીજી તરફ આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે વહેલી સવારે પસાર થતી ઇકો કાર ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા ઇકો કાર ખેતરમાં જવા પામી હતી અને અચાનક ઇકો કારમાં આગ લાગી જવા પામી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ખેરવા ગામ થી બે કિલોમીટર દૂર આકસ્માત સર્જાવા પામ્યો હતો લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે જ્યારે જાણવા મળતી વિગત અનુસાર ઇકો કારમાં છ લોકો સુરેન્દ્રનગર થી વારાહી તરફ જઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા ગામ પાસે અકસ્માત ઇકો કાર સવાર ને નડ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ તરફથી સુરેન્દ્રનગર આવતું ડમ્પર અને સુરેન્દ્રનગર થી ખેરવા તરફ જતી ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે ખેરવા ગામ પાસે આવતા વળાંકમાં ઇકો કાર પૂર ઝડપે આવતી હતી તે સમયે ત્યાંથી પસાર થતા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી ત્યારે આ ડમ્પર સાથે ઇકો કાર અથડાતા તાત્કાલિક પણ એક કારમાં આગ લાગી જવા પામી હતી ત્યારે વહેલી સવારે આ રોડ ઉપર કોઈ અવાર જવર ન હોવાના કારણે ઇકો કાર સળગતી રહી હતી અને ત્યા કોઈ પણ જાતની ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાના કારણે ઇકો કાર અકસ્માત બાદ સળગતી રહી હતી. ત્યારે ઇકો કાર માં સવાર છ લોકો ઘટના સ્થળે જ સળગી ઊઠયા હતા અને બળીને ખાખ બની જવા પામ્યા હતા ત્યારે તાત્કાલિક ઘોરણે માલવણ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવતા જાણવા મળ્યું હતું કે માલવણ થી સુરેન્દ્રનગર તરફ આવતું ડમ્પર અને સુરેન્દ્રનગર થી ખેરવા તરફ જતી ઇકો કાર વળાંકમાં ધડાકાભેર અથડાઈ હતી જેના કારણે અકસ્માત થયું હોવાનું પોલીસ દ્વારા પ્રાપ્ય વિગત માં જણાવાયું હતું. ત્યારે વધુ વિગત માટે વહેલી સવારે માલવણ પીએસઆઇ જાડેજા સાહેબ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલમાં ઘટનાસ્થળે દોડી ગયા છીએ અને વધુ તપાસ આ બાબતની હાથ ધરવામાં આવી છે અને ઇકો કારમાં છ લોકો બળીને ખાખ થઈ જવા પામ્યા છે ત્યારે હાલમાં ઈકો ગાડીની નંબર પ્લેટ ના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ઇકો કાર વારાહી ગામ ની હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને ઇકો કાર ચાલક ના પરિવારજનોને અમોએ ટેલિફોનિક જાણ કરતા તેઓ હાલમાં ત્યાંથી નીકળી ગયા છે ને ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.
ત્યારે એક સાથે આ અકસ્માતમાં છ લોકો અકસ્માતમાં મોતને ભેટયા છે. ત્યારે ભારે ચકચાર મચી જવા પામ્યો છે