Dwarka : હેવાને 12 વર્ષની બાળકીને પિંખી નાંખતા જિલ્લામાં ફિટકાર

દ્વારકા જિલ્લો આમ તો પવિત્ર ભૂમિ ગણાય છે પરંતુ અમુક નરાધમ અહીં પણ છે જેણે આ દેવભૂમિને શર્મસાર કરી છે આવો જોઈએ કૌન છે હેવાન જેણે પોતાની પુત્રી સાથે રમતી બાળકીની જિંદગી બરબાદ કરી છે આઓ જોઈએ શુ છે આ સમગ્ર મામલો.
કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામના વાડી વિસ્તારમાં એક પરિવારની સાડા બાર વરસની બાળા ઉપર અવારનવાર દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપવા સબબની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકે નોંધાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી પોલીસે મામલાની ગંભીરતા જોતા ધોરણસર ફરિયાદ પરથી પોલીસે આરોપી અને બે સંતાનોના પિતા એવા પરણિત શખ્સની  અટકાયત કરી જરૂરી કાર્યવાહી કરી છે પ્રાપ્ત વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામે વાડી વિસ્તારમાં રહેતા એક પરિવાર ની બાર વર્ષ આઠ માસની વયની પુત્રીને ગોકલપર ગામનો જ રહીશ એવો રાજા લખમણભાઇ કણજારીય નામનો 45 વર્ષનો શખ્સ છેલ્લા એકાદ વર્ષથી અવાર નવાર લલચાવી ફોસલાવી તેમજ બળજબરીથી બદકામ કરવાના ઇરાદે સગીરા બાળાને પોતાની વાડીએ ઓરડીમાં અપહરણ કરી લઇ જતો હતો આરોપી શખ્સ દ્વારા સગીરા ઘરે એકલી હોય ત્યારે લલચાવી ફોસલાવી અને તેની સાથે બળજબરી કરીને વારંવાર જાતીય હુમલો કરી દુષ્કર્મ આચરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે આટલું જ નહીં આરોપી શખ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવાનું સગીરાના પિતા દ્વારા પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે
કલ્યાણપુર પોલીસે આરોપી એવા રાજા લખમણ ભાઈ કણજારીયા શખ્સ સામે આઇ.પી.સી. કલમ ૩૬૩ ૩૬૬ ૩૭૬ (૩) તથા પોસ્કો એક્ટ ની વિવિધ ની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે આ પ્રકરણ અંગે અહીંના ડીવાયએસપીના વડપણ હેઠળ કલ્યાણપુરના પી.આઈ વીવી વાગડિયા એ તપાસનો દોર સંભાળી અને આરોપી શખ્સની અટકાયત કરી કોરોના ટેસ્ટ સહિતની તથા બાળા ના મેડિકલ ચેકઅપ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી 45 વર્ષીય આરોપી શખ્સ પરણિત હોવાનું તથા તે બે સંતાનોનો પિતા હોવાનું પણ જાણવા મળેલ છે 
આ સમગ્ર બનાવે પંથકમાં સભ્ય સમાજમાં ભારે અરેરાટી ફેલાવી છે 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાએ જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે પંથકમાં આરોપી પ્રત્યે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે પોતાની પુત્રી સાથે રમતી પુત્રી સમાન ગણાતી 12 વર્ષની બાળકી સાથે આ જઘન્ય કૃત્ય આચરનાર નરાધમ આરોપી શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે નાનકડા એવા ગોકલપર ગામમાં આવો હેવાન વસતો હશે એની કોઈએ કલ્પના પણ  નહીં કરી હોય આ 45 વર્ષના ઢગાએ માનવતા ને લજવી દીધી આરોપી વિરુદ્ધ સમગ્ર પંથકમાં ભારે રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે એક વર્ષથી આ હેવાન પોતાની હેવાનીયત સંતોષી રહ્યો હતો પોતાના પાપની લીલા આખરે ફૂટતા આ નરાધમ જેલ હવાલે થયો છે પરંતુ સમાજમાં આવા હેવાનોથી હવે ચેતવાનો સમય આવી ગયો છે બાળકોને આવા હેવાનોથી બચાવવા માતા પિતાએ પણ જાગૃત બની પોતાના સંતાનોનું આજ ના કળિયુગમાં વિશેષ ધ્યાન રાખવું પડશે