Gir somnath : નવ કેન્દ્રો પર સરકારી મગફળી ખરીદી નો પ્રારંભ

ગીર સોમનાથ જિલ્લામાં નવ કેન્દ્રો પર સરકારી મગફળી ખરીદી નો પ્રારંભ...
વેરાવળ કેન્દ્ર પર માત્ર 7 ખેડૂતો જ આવ્યા...
સરકાર ટેકાના ભાવ કરતા ખુલ્લી બજાર માં વધુ ભાવ મળી રહ્યો છે.
તો સરકારી ખરીદી ના નિયમો થી પણ ખેડૂતો નારાજ.
રાજ્યભર ની સાથે ગીર સોમનાથ જિલ્લા માં પણ સરકારી ની ટેકા ના ભાવે મગફળી ની ખરીદી નો પ્રારંભ થયો છે.
પરંતુ ખેડૂતો સરકાર ની ખરીદી થી અળગા રહ્યા હતા
જિલ્લામાં મગફળીનું વાવેતર ૧,૦૩,૫૦૦ હેકટરમાં થયું હતું
જે પૈકી જિલ્લામાં ૨૧ હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આજ થી ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૯ ખરીદ સેન્ટર ખાતેથી મગફળીની ટેકા ના ભાવે ખરીદી કરવામાં આવી
દરેક મગફળી ખરીદી સેન્ટર પર વહીવટીતંત્ર દ્રારા વિડિયોગ્રાફી અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.
સરકાર ની ટેકા ના ભાવે ખરીદી માં ખેડૂતો માં નારાજગી સાથે અળગા રહ્યા જોવા મળેલ ખેડૂતો નું કહેવું છે કે સરકાર ની ટેકાના ભાવે ખરીદી ના નિયમો આકરા છે તો હાલ માં સરકારી ખરીદી ભાવ કરતા યાર્ડ માં ખુલ્લી બજાર માં વધુ અને સારા ભાવો મળી રહ્યા છે.
વેરાવળ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ યાર્ડ સત્તાધીશો દ્વારા વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સારું સંકલન જાળવી ખેડૂતો ને મગફળી ના ઉંચા ભાવો અપાવી રહ્યા છે.
ભૂતકાળમાં એક સમયે સરકાર ની ટેકા ના ભાવે ખરીદી માં ખેડૂતો ની લાઈનો લાગતી હતી પરંતુ આ વર્ષે એકલ દોકલ ખેડૂતો જ આ ખરીદી માં ભાગ લઈ રહ્યા છે.