Gir somnath : વેરાવળ રેલવે સ્ટેશન ખાતે રેલ કર્મચારીનું આત્મવિલોપન

વેરાવળ રેલવે સ્ટેશન ખાતે રેલ કર્મચારીનું આત્મવિલોપન
યુનીયનની ઓફીસમાં કેરોસીન છાંટી આપઘાત કરી લેતા ચકચાર
ફાટક મેન તરીકે ફરજ બજાવતા મનસુખ પરમારે કર્યો આપઘાતઓફીસના દરવાજા અંદરથી બંધ કરી શરીરે કેરોસીન છાંટી આપઘાત કર્યો
આપઘાતનું કારણ અકબંધ
રેલવે કર્મચારીઓના યુનિયનની ચૂંટણીનું હતું મતદાન
મતદાનની પૂર્વ સંધ્યાએ જ યુનિયન ઓફીસ માં રેલ કર્મચારીના આત્મવિલોપનને લઈ ચકચાર
રેલવે પોલીસે મૃતદેહ પી.એમ માટે ખસેડી તપાસ નો ધમધમાટ આદર્યો
રેલવે પોલીસ એફ.એસ.એલ ની મદદ મેળવશે
ઘટનાના પગલે પરિવાર જનો હતપ્રભ
તા 26 ના યુનિયન ની ચૂંટણી નું મતદાન હતું અને તેની પૂર્વ સંધ્યા એ એટલે કે તા 25 ના સાંજે આ જ યુનિયન ની ઓફીસ માં રેલ કર્મચારી એ પોતાને કેરોસીન છાંટી અગ્નિ સ્નાન કરી લેતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જેને લઈ ભારે ચકચાર જાગી છે
તા 25 ની સાંજે યુનિયન ઓફીસ માં એકા એક ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી અને તાત્કાલિક રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ નો ધમધમાટ આદરતા
યુનિયન ઓફીસ માં પોતાની જાત ને સળગાવી દેનાર વ્યક્તિ રેલવે માં જ ફાટક મેન તરીકે ફરજ બજાવતો મનસુખ નારણભાઇ પરમાર હોવાનું સામે આવ્યું હતું.
જોકે આ ઘટના બાબતે યુનિયન ના હોદેદારો એ મીડિયા સમક્ષ વાત કરવા ઇન્કાર કરેલ છે ત્યારે ચુંટણી રેલ કર્મચારી ના મોત નું કારણ બની હોવા અંગે પણ અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે.
રેલવે પોલીસે ઘટના ની ગંભીરતા ધ્યાને લઇ મૃતક રેલ કર્મચારી ના મૃતદેહ ને પેનલ પી.એમ માટે મોકલી એફ. એસ. એલ ની ટિમ ને તાબડતોબ બોલવી ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.
એફ.એસ. એલ ની ટીમે ઘટના સ્થળ ની વિઝીટ કરી નમૂના લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજી તરફ રેલવે કર્મચારી ના યુનિયન ઓફીસ માં જ આપઘાત નું કારણ શોધવા પોલીસે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.
38 વર્ષીય મૃતક મનસુખ પરમાર ને સંતાન માં 17 નો પુત્ર દર્શન અને 13 વર્ષ નો પુત્રી સિધ્ધી છે. અને રેલવે ક્વાર્ટર માં જ પત્ની માતા અને બાળકો સાથે રહેતો.
ઘટના થી મૃતક ની માતા અને પરિવાર હતપ્રભ બન્યો છે આક્રંન્દ કરી રહ્યા છે.
ક્યાં કારણોસર તેને આ પગલું ભર્યું તે અંગે હજુ રહસ્ય અકબંધ છે.
હાલ તો પોલીસ તપાસ બાદ જ કારણ બહાર આવશે.