Halvad : ભાજપમાં પ્રદેશના ઉપાધ્યક્ષ નિયુક્તિ થતાં સન્માન સમારંભ યોજાયો

હળવદમાં પ્રદેશના ઉપાધ્યક્ષ નિયુક્તિ થતાં સન્માન સમારંભ યોજાયો
હળવદ ભારતીય જનતા પક્ષ દ્વારા હળવદ ધ્રાંગધ્રા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાની તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ થતા હળવદમાં અભિવાદન સમારંભ યોજાયો હતો
ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં ગુજરાત પ્રદેશ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે જેમાં હળવદના પુર્વ ધારાસભ્ય અને પંચાયત મંત્રીની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી થતાં આજે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ અને ધ્રાંગધ્રાના કાર્યકર્તાઓએ પુષ્પમાળા પહેરાવી સાલ અને પાઘડી પહેરાવી ભવ્યાતિભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને હળવદના નગરજનોએ પ્રદેશમાં જવાબદારી મળવા બદલ સમારંભ યોજ્યો હતો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા મહામંત્રી રણછોડભાઈ દલવાડી,અને પ્રદેશ ભાજપના આગેવાન સહિત હળવદ ધ્રાંગધ્રાના સૌ કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા.