Halvad : રાણેકપર ગામે સર્વર ડાઉન થતાં સસ્તા અનાજ માટે લોકોને હાલાકી

ડિજિટલ વાતું વચ્ચે અંતરિયાળ ગામોમા રેશનકાર્ડ ધારકોને સસ્તું અનાજ મેળવવા માટે ધરમના ધક્કા ખાવા પડે છે જેમાં રાણેકપર ગામે 514 રેશનકાર્ડ ધારકો છે ત્યારે વારંવાર સર્વર ડાઉન તેમજ ફિંગરપ્રિન્ટની તકલીફો વચ્ચેથી માત્ર 20 જેટલા રેશનકાર્ડને જ રાશન ઉપલબ્ધ થાય છે અને સમસ્યા પસાર થવું પડે છે અને જેના કારણે લાયસન્સ ધારક દુકાનદાર પાસે લોકોનુ સસ્તા અનાજ માટે ઘર્ષણ ઉભું થાય છે ત્યારે સરકાર દ્વારા ઓનલાઈન પ્રક્રિયા વચ્ચે પણ ગરીબોને સસ્તું અનાજ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
હળવદ તાલુકાના વિવિધ ગામોમાં સર્વર ડાઉન થતાં મોટી સંખ્યામાં ગરીબ લોકો સસ્તા અનાજની દુકાને લાઈનો લગાવી હતી અને ધરમના ધક્કા ખાવા પડ્યાં હતાં જેમાં રાણેકપર ગામે 514 રેશનકાર્ડ છે અને રાશનનું સર્વર ડાઉન થઈ જતાં લોકો અટવાયા હતાં વારંવાર ફિંગરપ્રિન્ટ અને નેટની તકલીફો વચ્ચે લાયસન્સ ધારક દુકાનદાર સાથે લોકોનું ઘર્ષણ ઉભું થાય છે અને સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે જેના કારણે સરકાર દ્વારા ઓનલાઈન પ્રક્રિયા માં સુધારા વધારા કરે અથવા ઓફલાઈન રાશન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરે જેથી ગરીબ લોકોને આસાનીથી સસ્તા ભાવે અનાજ મળી શકે.
રાણેકપર ગામમાં 514 કાર્ડ છે જેમાં સર્વર ડાઉન થતાં 100 થી 150 લોકોને મળતું અનાજ માત્ર 20 થી 30 લોકોને મળે છે અને વારંવાર ધરમના ધક્કા ખાવાથી ગરીબ લોકોની ધીરજ ખુંટે જે જેના કારણે ઘર્ષણ ઉભું થાય છે ત્યારે સરકાર દ્વારા ગરીબોનું મળતું સસ્તા અનાજ માટે મજુરીકામ છોડીને લેવા આવતા ગરીબોની મુશ્કેલીઓ સમજે અને રાશનની તકલીફો દૂર કરે તેવી માંગ કરી હતી.