Jamnagar : કોવિડની વેકસીનના વધામણા કરતાં સાંસદ પુનમબેન માડમ

જામનગરમાં કોવિશિલ્ડ વેકસીનનો જથ્થો આવી પહોચતા કલેક્ટર કચેરીએ સાંસદ સહિતના અગ્રણીઓએ વેક્સિનના વધામણાં કર્યા હતા.
જામનગરમાં આવેલ કોવિશિલ્ડ વેક્સિન સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા શોધ થઈ છે ,પ્રથમ તબક્કે ૮ સેન્ટર જેમાં પાંચ કોર્પોરેશન અને ત્રણ પંચાયત વિસ્તારના સેન્ટર ઉપર વેક્સિન આપવામાં આવશે.
જામનગરમાં આવેલ કોવિશિલ્ડ વેક્સિન સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા શોધ થઈ છે. દસ મહિનાના અંતે હિન્દુસ્તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે જે ગર્વની બાબત છે. આ રસી અસરકારક અને સંપૂર્ણ સુરક્ષિત છે. આત્મનિર્ભર ભારતના માર્ગ પરનું આ પહેલું કદમ છે. જામનગર ખાતે આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે. જેને કારણે જામનગરના લોકો હર્ષ સાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. દરેક લોકોને તબક્કાવાર વેકસીનેશનનો લાભ મળે તે માટે તંત્ર દ્વારા આયોજન કરાયું છે. આ વેક્સિનનું તાપમાન ૨° થી લઈને ૮° સે. જેટલું જાળવી રાખવામાં આવે છે. વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના સામે બાથ ભીડનાર અગ્રીમ હરોળના કોરોના વોરીયર્સ એવા આરોગ્યકર્મીઓને વેકસીન આપવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમા 5 સ્થળોએ તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 3 સ્થળોએ વેકસીન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના કુલ 56 સ્ટોરેજ કેન્દ્રો સુનિશ્ચિત કરાયા છે. તમામ કેન્દ્રો પર ફ્રિઝરના ટેમ્પરેચર અને તમામ વેક્સિનના સ્ટોકનું મોનીટરીંગ EVIN સોફ્ટવેર મારફત ઓનલાઇન જોઈ શકાય છે. વેક્સીન ટ્રાન્સપોર્ટેશન માટે જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકા પાસે પણ વેક્સીન વાન ઉપલબ્ધ છે. પ્રથમ તબક્કે ૮ સેન્ટર જેમાં પાંચ કોર્પોરેશન અને ત્રણ પંચાયત વિસ્તારના સેન્ટર ઉપર વેક્સિન આપવામાં આવશે. જેમાં કોર્પોરેશન વિસ્તારના જામનગર શહેરના જી.જી હોસ્પિટલ, નીલકંઠનગર, કામદાર કોલોની તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધ્રોલ, કાલાવડ અને લાલપુરમાં વેક્સિન માટે કેન્દ્ર નિર્માણ કરાયું છે