Jamnagar : બાળકોના ફુગ્ગામાં ભરાતો સીએનજી ગેસ નો વિડીયો વાયરલ

વાયરલ વિડીયો બાળકોના ફુગ્ગામાં સીએનજી ગેસ...સાચું છે જુઓ જામનગરમાં રણજિત સાગર રોડ પર ચાલતો ઘાતક વેપલાનો વિડિઓ....
આજ રોજ ઉતરાયણ ના પર્વ પર ફુગ્ગા વેચવા વાળા લોકો દ્વારા સીએનજી રિક્ષા માં થી રણજીત સાગર રોડ જામનગર યાર ફુગા ભરવા માં આવતા હતા જે રસ્તા પર થી પસાર થતા ગુજરાત ગેસ લિમિટેડ ના સિનિયર સેફ્ટી ઓફિસર વિનય ચોટાઇ ના નજર માં આવતા તરત જ આ લોકો ને નાગરિકો ની સલામતી સાથે ચેડા કરતા અટકાવવા માં આવ્યા.
આ સતર્કતા ના લીધે અકસ્માત થતાં અટકી ગયા પણ આપણે લોકો દ્વારા આ સતર્કતા રાખવી જરૂરી છે