Jamnagar : ભાજપના ભાવી નગરસેવકોની સેન્સ પ્રક્રિયા

સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ સહિતની છ સભ્યોની ટીમ ની હાજરીમાં સેન્સ પ્રકિયા..શહેર અને જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે દિવસ દરમિયાન આઠ-આઠ વોર્ડના દાવેદારોના ઈન્ટરવ્યું...
જામનગરમાં ભાજપના ભાવી નગરસેવકોની સેન્સ પ્રક્રિયા , સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ સહિતની છ સભ્યોની ટીમ ની હાજરીમાં સેન્સ પ્રકિયા , જાહેર જીવન, સામાજિક કાર્યો, પ્રજા પ્રતિનિધિ તરીકે કરેલ કાર્યો, પાર્ટીમાં કાર્ય, સોશિયલ મીડિયામાં કાર્યરત સહિતના મુદ્દાઓનો સમાવેશ , શહેરના ૧૬ વોર્ડના ૬૪ નગરસેવકોની લાઈનમાં છે ભાજપના ૫૦૦ દાવેદારો
જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ અને માત્ર 64 બેઠક માટે ભાજપના નિરીક્ષકો આજે સેન્સ લેવાની કાર્યવાહીનો આરમ્ભ કર્યો છે, આ વચ્ચે સૌથી આશ્ચર્યની વાત એ છે કે 64 સીટ માટે 500 થી વધુ દાવેદારોએ ફોર્મ લીધા છે, ત્યારે સ્વાભાવિક જ સેન્સની પ્રક્રિયા સિમ્બોલિક બની રહેશે તેવું રાજકીય વિશ્લેષકો માને છે. તો 50% મહિલા અનામત વચ્ચે મહિલા દાવેદારોની સંખ્યા પણ આજની સેન્સ દરમિયાન મહત્વની બની રહી હતી.આ લખાય છે ત્યાં સુધીમાં દિવ્યેશ અકબરી, મિતલબેન ફળદુ, અરવિંદ સભાયા, પ્રફુલ્લાબેન જાની, કેતન નાખવા, મેઘનાબેન હરિયા, સહિતનાઓ પોતાની દાવેદારી નોંધાવી દીધી છે, આ પ્રક્રિયા હજુ ચાલી રહી છે.