Junagadh : પીડિત અને સોશિત સમાજ આજે પણ પોતાના હકો થી વંચિત

માંગરોળ તાલુકાના માનખેત્રા ગામના દલિત પરિવારો પોતાની માંગણીઓની રજૂઆત કરતા જૂનાગઢ કલેકટર ને આવેદન પાઠવવામાં આવ્યું.
વર્ષો થી પીડિત અને સોશિત સમાજ આજે પણ છેવાડાના ગામો મા પોતાના હકો વંચિત છે ત્યારે આજે માનખેત્રા ગામના દલિત પરિવારો વર્ષો થી એક જ ગામ માં રહે છે .પોતાની આજીવિકા માટે બીજો કોઈ રસ્તો નથી ત્યારે નથી કોઈ જમીન ને નથી રહેવા માટે ની પૂરી સુવિધા વારંવાર રજૂઆત છતાં સરકાર શ્રી તરફથી ૧૦૦ વારના પ્લોટ યોજના હેઠળ ફાળવવામાં આવેલ નથી .. પંચાયત દ્વારા ૨૦૧૪નાં નિયમ મુજબની દરખાસ્ત કરવામાં આવેલ છે.તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ પ્રકારે આ દસ્તાવેજ ને આજદિન સુધી મંજુર કરેલ નથી. માનખેત્રા ગામના દલિત પરિવારના એક મકાનમાં ત્રણ-ત્રણ પરિવારો આજે ગીચતા અને અસગવડતા ભર્યું જીવન જીવી રહ્યા છે. અવાર નવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ ગામના અનુસૂચિત જાતિના પરિવારોને ૧૦૦ વારના પ્લોટ મળવા માટે કોઈ કાર્યવાહી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી નથી. ત્યારે આજે જૂનાગઢ કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જરૂરીયાત મંદ પરિવારને સરકારના ધારાધોરણ મુજબ સવારના પ્લોટ ફાળવવામાં આવે તો આ પરિવાર પણ સુખ શાંતિ અને સ્વતંત્રતા થી રહી શકે .આ પરિવારો એ વધુ મા જણાવ્યું હતું કે આગામી ૩૦ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ પરિવારો અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર જૂનાગઢ કલેકટર કચેરી ની સામે જઈશું અને આ બાબતે તમામ જવાબદારી સરકાર અને તંત્ર ની રહેશે.