Junagadh : પોસ્ટઓફિસના પાપી એજન્ટના કારણે એક પરિવારનો માળો વિખાયો

જૂનાગઢ પોસ્ટ ઓફીસના એજન્ટે કરોડો રૂપિયાના ફેરવેલા ફુલેકાનો ભોગ બનનાર પરિવારની મહિલાએ કરી આત્મહત્યા, ગરીબ પરિવારના બાળકો માઁ વગરના બેસહારા બન્યા
કહેવાય છે કે પૈસો પાપ કરાવે , અને પેટનો ખાડો પુરવા પૈસો વ્યવસ્થાનો એક ભાગ છે ત્યારે કાળી મજૂરી અને રાતદિવસ મહેનત કરી એક એક પાઈ ભેગી કરી અને એજ પૈસા સાચવવા કે બચત કરવા લોકો સલામતી માટે બેન્ક કે પોસ્ટઓફિસનો સહારો લેતા હોઈ છે પરંતુ એજ પોસ્ટઓફિસનો એજન્ટ લોકો પાસેથી પૈસા ઉઘરાવી રફુચકુર થઈ જતા અનેક પરિવારો આર્થિક ભીંસમાં આવી જઇ આત્મહત્યા સુધીનું પગલું ભરતા પણ અચકાતા નથી આવી એક ઘટના જૂનાગઢ સ્થિત આવેલી ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસનો ભરત પરમાર નામનો એજન્ટ લોકોની મહેમતના પૈસા ઉઘરાવી રાતોરાત રફુચક્કર થઈ ગયો હતો જેમા અનેક પરિવારોના નાણાં ફસાયા છે પોસ્ટઓફિસ તંત્રએ એજન્ટ પર બધું ઢોળી દઈ પોતાનો બચાવ કર્યો હતો ત્યારે આજે જૂનાગઢના આંબેડકર નગરમાં રહેતી અજાઈબેન પ્રવીણભાઈ મકવાણા નામની મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પાપી એજન્ટ ભરત પરમાર પર ફિટકારની આંકરોશ વરસી રહી છે આ મહિલાએ રાતદિવસ સાડીનું ભરત ભરી એક એક પાઈ ભેગી કરી 50 હજાર રૂપિયા એકઠા કરી એજન્ટ ભરત પરમાર મારફત પોસ્ટમા જમા કરાવ્યા હતા ત્યારે ભરત પરમાર કરોડો રૂપિયા લઈ રાતોરાત ભાગી છૂટ્યો હતો જેમા સંખ્યાબન્ધ લોકોના લાખો રૂપિયા ડૂબતા અનેક પરિવારો આર્થિક ભીંસમાં આવી ગયા છે , ત્યારે આજે એક મહિલાએ આપઘાત કરી લેતા એક દીકરી બે દીકરા એ પોતાની માતા ગુમાવી ને પતિએ તેમની પત્ની ગુમાવી શહેરમાં ચકચાર મચી છે