Junagadh : સ્ટ્રીટ લાઈટ કૌભાંડમા ગામલોકો દ્વારા ઉપવાસ આંદોલન

વિસાવદરના જામવાળા ગામે સ્ટ્રીટ લાઈટ કૌભાંડમા ગામ લોકો દ્વારા ઉપવાસ આંદોલન
વિસાવદર તાલુકાના જામવાળા ગામે સ્ટ્રીટ લાઈટ કૌભાંડ હાલના સરપંચ અને ઉપ સરપંચ દ્વારા થયેલ હોય તે બાબત ની અવાર નવાર રજુઆત કરવા છતાં કોઈ જવાબ દાર અધિકારી દ્વારા સરપંચ વિરુદ્ધ કે ઉપ સરપંચ ઉપર પગલાં ભરવામાં નો આવતા જામવાળા ગામના બટુકભાઈ કરસનભાઈ વાળા વિસાવદર મામલતદાર કમ્પાઉન્ડ મા ઉપવાસ ઉપર ઉતરેલ હોય તેની મુખ્ય માંગણી જામવાળા ગામમાં સોનાપુરી ના કામમાં અને સ્ટ્રીટ લાઈટ ના કામમાં ભ્રસ્ટાચાર અને પંચાયત ના સ્ભ્ય લાલજી ભાઈ દ્વારા જણાવેલ કે હૂ પંચાયત નો ચૂંટાયેલ સભ્ય હોવા છતાં કોઈ દિવસ ગ્રામપંચાયત ની મિટિંગ નો એજન્ટા મળેલ નહોય અને મિટિંગ મા પણ હાજર નો રહું એટલા માટે મને કોઈદિવસ એજન્ટા બજાવેલ નહોય અને સરપંચ દ્વારા કૌભાંડ કરવાનો છૂટો દોર મળે એટલા માટે કોઈ દિવસ મિટિંગ મા હાજર રહેવા નદીધા તેવું ચૂંટાયેલા સ્ભ્ય દ્વારા જણાવેલ છે અને અમારી અવાર નવાર ની રજુઆત સરકારી અધિકારી દ્વારા ધ્યાને નયલેતા ના છૂટકે ઉપવાસ આંદોલન નો સહારો લેવો પડેલ છે તેવું જણાવેલત્યારે હવે તો જોવાનું એ રહ્યું કે આવા કૌભાંડ કરનાર સરપંચ ને અધિકારી છાવરે છે કે દાખલા રૂપ પગલાં લેવાશે તે જોવાનું રહ્યું