Katchh : રાજકીય પક્ષના નેતાઓનો કચ્છમાં જમાવડો

કચ્છમાં અબડાસા પેટાચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષના નેતાઓનો કચ્છમાં જમાવડો જોવા મળી રહ્યો છે ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને હાર્દિક પટેલે અબડાસામાં પ્રચાર કર્યા બાદ આજે પરેશ ધાનાણી કચ્છની મુલાકાતે છે કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીના સમર્થનમાં પ્રચાર માટે આવેલા ગુજરાત વિધાનસભાના વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની હાકલ કરતા સાથે જણાવ્યું કે,હું મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે,તેઓએ ધારાસભ્યોને કઈ બ્રાન્ડનો દારૂ પીવડાવી,કેટલા રૂપિયામાં ખરીદ્યા છે ધાનાણીએ આઠ ધારાસભ્યોને ગદાર લેખાવી મતદારોને અપીલ કરતા કહ્યું કે,આવા ગદારોને શબક શીખવાડવો જોઈએ ભાજપ સરકારના રાજમાં ગુજરાતમાં લોકોની મુશ્કેલીઓ વધી છે કમલમ ભાજપનું કાર્યાલય નહિ પણ ધારાસભ્યનું ખરીદ વેચાણ સંઘ હોવાનો આક્ષેપ કર્યો હતો આમ તો અબડાસામાં અત્યારસુધી કોંગ્રેસનું પલડું ભારે રહ્યું છે ત્યારે આ વખતે મતદારોનો ઝોક કોની તરફ રહેશે એ તો આગામી સમય જ બતાવી શકશે.