Khergam : આછવણી પ્રગટેશ્વર ધામમાં નવકુંડી નવચંડી યજ્ઞ યોજાયો

ખેરગામ તાલુકાના આછવણી પ્રગટેશ્વર ધામમાં વિશ્વ કલ્યાણ તેમજ કોરોના મહામારીમાંથી દેશ અને દુનિયાના લોકો મુક્ત થાય તે માટે આઠમના પવિત્ર અવસરે નવકુંડી નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો.
ખેરગામ તાલુકાના આછવણી ગામના પ્રગટેશ્વર ધામમાં વિશ્વ કલ્યાણ તેમજ કોરોના મહામારીમાંથી દેશ અને દુનિયાના લોકો મુક્ત થાય તે માટે આઠમના પવિત્ર અવસરે નવકુંડી નવચંડી યજ્ઞ શિવભક્ત પરભુદાદા તેમજ રામાંબાના સાનિધ્યમાં કરવામાં આવ્યો હતો.જેમાં વહેલી સવારે ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી,ત્યારબાદ આદિવાસી વાદય તુરના સથવારે ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી હતી.ત્યારબાદ બીનાબેન જાની, નયનાબેન ગીરીશભાઈ પટેલ,શકુબાઈ જદાવના હસ્તે દીપ પ્રગટાવી યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો.કોવિડ-19 ના માસ્ક અને સામાજિક અંતરના નિયમોને અનુસરી સમગ્ર યજ્ઞમાં ભક્તોએ યજ્ઞમાં ભાગ લીધો હતો.આ પ્રસંગે કથાકાર પ્રફુલભાઈ શુક્લએ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા.પ્રગટેશ્વર સમિતિના પ્રમુખ બીપીનભાઈ પરમાર,અપ્પુભાઈ પટેલ,મયંક બ્રહ્મભટ્ટ,વિપુલ પંચાલ,કૃપાશંકાર યાદવ,અમિત પટેલ સહિતના ભક્તોએ સહયોગ આપ્યો હતો.તેમજ આચાર્ય કશ્યપ જાની, અનિલ જોશી સહિતના ભક્તોએ વેદ મંત્રોચ્ચાર કર્યા હતા