Kim : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કાર્યાલયનું ઉદ્દઘાટન

ઓલપાડના કીમ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કાર્યાલયનું તેમજ બુક વિમોચન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


ઓલપાડના કીમ ખાતે શિવાલિંક કોમ્પ્લેક્ષમાં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કાર્યાલય નું ઉદ્દઘાટન તેમજ પોતાના કાર્યની બે વર્ષની માહિતી આપતી બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું,કાર્યક્રમમાં ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ વિમલભાઈ, સુરત જિલ્લા પ્રમુખ જગદીશભાઈ, સુરત જિલ્લા સંયોજક ધુમીત પરદેશી સહિત એબીવીપી ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા,સમગ્ર કાર્યક્રમમાં સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું