Madhavpur : ભગવાન શ્રીકૃષ્ણને રુક્ષમણીના તુલસી વિવાહનું અનોખું મહત્વ

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે માધવરાઈજીના નિજ મંદિરે ભગવાંન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજી તુલસી વિવાહ યોજાયા હતા
પોરબંદરના માધવપુર ઘેડ મા લોકવાયકા થી ભગવાન શ્રીકૃષ્ણને રુક્ષમણીના તુલસી વિવાહનું અનોખું મહત્વ રહ્યું છે 
માધવપુર ઘેડ ખાતે વિધિવાદ પરંપરાગત ભગવાંન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજી વિવાહ કરવા માં આવે છે ત્યારે દેવદિવાળી ને બીજે દિવસે તા.27.11.2020 ને બારસ ને દિવસે સાંજે 6 વાગ્યે માધવરાઈજી ના નિજ મંદિરે સરકાર શ્રી ની ગ્રાડલાઈન અનુસાર સોસીયલ ડિસ્ટટ સાથે માસ સેને તરાજર સાથે લિમિટેડ લોકો સાથે બંધ બારણે તુલસી વિવાવ ની હિન્દૂ સંસ્કૃતી અનુસાર પરંપરા ને જાળવી ને લગ્ન વિધિ નું આયોજન કરવા મા આવ્યુ હતુ તેમાં વર પક્ષ ના મહંત શ્રી રૂચિરભાઈ સેવક તેમજ કન્યા પક્ષ ના મહંત શ્રી સુધીરભાઈ નિમાવત ને પંકજભાઈ નિમાવત બને પક્ષ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ ને રૂક્ષમણી ના તુલસી વિવાહ ની હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન વિધી સારું કરવા માં આવે છે તમામ વિધિ બાદ ભગવાંન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજી વિધિવાદ ૩ ફેરા ફેરવા માં આવે છે ફેરા ફરિયા બાદ વિવાહ સમાપ્ત થાય છે
હાલ કોરોના ને લક્ષી ને પોરબંદર જીલ્લા કલેક્ટર દ્વારા જે ગ્રાઈડલાઈન બહાર પાડવા મા આવી છે ત્યારે માધવરાઈજી મંદિર ના મહંત ને રુક્ષમણીજી મંદિર ના મહંત દ્વારા સરકાર ના સરકાર શ્રી ના આદેશ અનુસાર બંધ બારણે લગ્નવિધિ કરવા આયોજન કરવા મા આવ્યુ હતુ જેથી બોહળી સંખ્યા મા ભવિભક્તો ની ભીડ ના થઇ કોરોના જેવી મહામારી નું સંક્રમણ અટકી શકે ત્યારે તકેદારી ના પગલે બંધ બારણે તુલસી વિવાહ નું આયોજન કરવા મા આવ્યુ હતું ને સરકાર શ્રી ના આદેશ નું પાલન કરાયું ત્યારે આ તકે તુલસી વિવાહ મા માધવરાઈજી ના કૂળગોર જનકભાઈ પુરોહિત માધવપુર ગ્રામ પંચાયત સરપંચ શ્રી રામભાઈ કરગટીયા.પુર ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટીયા તેમજ માધવપુર psi શ્રી પંડિયા સાહેબ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહિયા હતા