Mahisagar : હાર્દિક પટેલ સંતરામપુર કોર્ટમાં હાજર રહ્યા

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ 2017 વિધાનસભા ચૂંટણી દરમ્યાન એક સભામાં જાહેરનામાના ભંગની ફરિયાદ અનુસંધાને મહીસાગર જિલ્લાના સંતરામપુર કોર્ટમાં હાજર રહ્યા છે
2017મા વિધાનસભાની ચૂંટણી દરમિયાન સંતરામપુર કોર્ટમાં હાજર થયા બાદ હાર્દિક પટેલ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી કહ્યું હતું કે તેમણેઅહીં સભા કરેલી અને આના અનુસંધાને સરકારે અમારી ઉપર જાહેરનામાના ભંગની ફરિયાદ કરી હતી એના અનુસંધાને આજે કોર્ટની અંદર હાજર રહ્યા કાયદો અને ન્યાયતંત્ર મારા માટે સર્વોપરી છે અને એનું અમે માન સન્માન રાખીએ છીએ.પરંતુ સરકારે હંમેશા અમારી સાથે દ્વેષ અને વિરોધાભાસની ભાવના સાથે પરેશાન કરવાનું કામ કર્યું છે પરંતુ ન્યાયતંત્ર પર ભરોસો રાખીને અમે તમામ પ્રકિયા પૂર્ણ કરવાના પ્રયાસ કરીસુ અમને ભરોસો છે કે જ્યાં ખોટું નથી થયું ત્યાં ન્યાય મળશે આવનારા દિવસમાં સરકારની તમામ તાનાશાહી સામે સરકાર ની તમામ ખોટી અને ગેરનીતીઓ સામે અમે અમારી લડાઇ ચાલુ રાખીશું આવનારી જે તારીખ છે 19/1 2021 ત્યારે પણ હું સંતરામપુર હાજર રહીશ અને અહીંયાના સ્થાનિક લોકોને પણ મળીશ અહીંયાની પરિસ્થિતિ થી વાકેફ થઇ જે તે ગામડા અને શહેરો ની પરેશાની હશે અને સમજવાનો પ્રયાસ કરીશ.
ખેડૂતોના આંદોલનને લઈને કહ્યું હતું કે ખેડુતો આ દેશની શાન છે ખેડૂતોની સમસ્યા સમજવી અને એ સમસ્યાનું નિરાકરણ કરવું એ સરકારની ફરજ હોય છે પરંતુ સરકાર અહમ અને રાવણ નીતિથી જનતા અને ખેડૂતો ને પરેશાન કરી રહી છે.જે ખેડૂત આ ધરતી પર થી ધન પેદા કરે છે અને આપણા બધા ના પરિવારોને ખાવાનું પૂરું પાડે છે છતાં પણ ખેડૂતોની સમસ્યા દૂર ન કરી શકે તો સરકારે સત્તા પરથી રાજીનામું આપી દેવું જોઈએ.છેલ્લા વીસ વીસ દિવસ થી ખેડૂતો દિલ્લી બોર્ડર પર કડકડતી ઠંડી મા પણ ખેડૂતો પોતાની માંગણી કરી રહ્યા છે તેવા સંજોગોમાં પોતાની જવાબદારી સરકારે નિભાવવી જોઈએ.ખેડૂતો સાથે દુશ્મની કરી સરકારે સારું નથી કર્યું.
પ્રદેશ કોંગ્રેસ રાજીનામાં અંગે કહેતા જણાવ્યું કે પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ અત્યારે નહી પણ બે મહિના પહેલા રાજીનામું આપ્યું હતું પરંતુ હાઈ કમાન્ડ રાજીનામા ઉપર નિર્ણય કરશે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ન હોય પરંતુ પ્રદેશ પ્રમુખ વિરોધપક્ષના નેતા એમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું પણ પાર્ટી એને સ્વીકારે પણ ખરા ને ના પણ સ્વીકારે આ પ્રકારની પરિસ્થિતિ ન હોય પરીવારમાં પણ પિતા અને પુત્ર વચ્ચે ઝગડા થતા હોય છે છતાં પણ રાત્રે જોડે બેસી જમતા હોય છે.અમારા ઘર ની ચિંતા કોઈ નઈ કરે તો સારું છે. એક તરફ ભાજપ એવું કહે છે કે કોંગ્રેસ ના કહેવાથી લોકો વોટ નહિ આપતા તો સુ અમારા કહેવાથી ખેડૂતો આંદોલન કરે.એટલે તો ભારતીય જનતા પાર્ટી સુ બોલે છે એ ચિંતા કરવી જોઈએ .ખેડૂતો સ્વયંભૂ પોતાની લડાઈ લડી રહ્યા છે,પહેલું એવું આંદોલન છે જે અંહિંસક આંદોલન છે. કોઈ પણ લોકો ને નુકસાન નહિ થતું કોઈ પણ લોકો ને પરેશાની નો સામનો નહિ કરવા પડતો.તમે ને આપડે બધા જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ત્યારે ભારત બંધ કરે ત્યારે કેટલું બધું નુકસાન કરતી. ખેડૂતોએ મધ્યમ વર્ગ પરિવાર અને વેપારીઓની માફી માંગી અમારા લીધે તમને તકલીફ થઈ છે.પણ અમારી લડાઈ અમારા ભવિષ્ય માટેની છે,અમારી ખેતી માટેની છે,અમારા ગામડા માટે છે, અમારા ખેડૂત પરિવાર માટે છે. તો હું એવું માનું છું કે ખાલી દેશ ના ખેડૂતો નઈ ખેડૂતો સાથે નાના નાના વેપારીઓ મજૂરો તમામ સમાજ ના લોકો ખેડૂતો સાથે ઉભા છે.