Maliyahatina : વાહનચોરીના ગુના ના આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

માળીયાહાટીના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહનચોરીના ગુના આરોપીને ગણતરીના દિવસોમાં માળીયાહાટીના પોલીસે ઝડપી લઇ ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી વિગત મુજબ માળીયાહાટીના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહનચોરીના ગુનાની તપાસ માળીયાહાટીના પોલીસ ચલાવી રહી હતી ત્યારે પોલીસને ચોકકસ બાતમી મળતા માળીયાહાટીના ભંડુરી ગામના સાવન કુમાર મનોજભાઈ ગોધાસરા ઉમર વર્ષ 18 ગળોદર ચોકડી ઉપર થી પસાર થઈ રહ્યો હતો ત્યારે માળીયાહાટીના પોલીસે ત્રણ સવારી મોટરસાયકલ રોકી પુછ પરછ કરતા આરોપીઓ સંતોષકારક જવાબ ન આપતા તેઓને આગવી ઢબે પૂછપરછ કરતા બે બાઇક અને કારની ચોરી કર્યાનું કબુલાત આપતા આરોપીઓને સાથે રાખી ચોરાયેલી કાર અને બાઇક કબજે કરી આરોપી સાવન સાથે બે સગીર વયના કિશોરોની ધરપકડ કરી વધુ તપાસ માળીયાહાટીના પીએસઆઇ એચ વી રાઠોડ ચલાવી રહ્યા છે