Mumbai : નાલાસોપારાનું તુલીંજ પોલીસ સ્ટેશન CCTV કેમેરા સાથે સજજ

નાલાસોપારા નું તુલીંજ પોલીસ સ્ટેશન ૧૮ CC TV કેમેરા સાથે સજજ...
નાલાસોપારા ના તુલીંજ પોલીસ મથકમાં હાઈ ફિકવંસી વાળા ૧૮ સીસી ટીવી કેમેરા લગાવવામાં આવ્યા જેથી પોલીસ મથકની વિવિધ શાખાઓ તેમજ આજુબાજુનો વિસ્તાર કેમેરામાં આવરી લેવાયો છે. સીસી ટીવી કેમેરા ગોઠવાતાં સમગ્ર પોલીસ મથકનું મોનીટરીંગ એક જ સ્થળેથી કરવામાં સરળતા રહશે.પોલીસ મથકમાં સી.સી ટીવી કેમેરાથી સુસજ્જ થતાં પોલીસકર્મીઓ ની કામગીરી ચેમ્બરમાં મુકાયેલ વિશાળ સ્ક્રીન ઉપર સરળતાથી જોઈ શકાય છે. લોકઅપ રૂમમાં પણ કેદ કરવામાં આવેલ આરોપીઓની ગતિવિધિ પણ સીસી ટીવી કેમેરામાં આવરી લેવામાં આવી છે.આમ તુલીંજ પોલીસ મથકમાં સીસીટીવી કેમેરા મૂકી સજજ બનાવામાં આવ્યા છે તેમ તુલીંજ પોલીસ મથકના પી.આઇ રાજેન્દ્ર કામલેએ જણાવ્યું હતું