Nasvadi : પોલીસે પાડા ભરી જતી બોલેરો પીકઅપ ઝડપી પાડી

નસવાડી કંડવા રોડ પર ચેકીંગ દરમ્યાન નસવાડી પોલીસે પાડા ભરી જતી બોલેરો પીકઅપ ઝડપી બે આરોપી સાથે કૂલ ત્રણ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી અવારનવાર પશુઓને કુરતા પૂર્વક બાંધી ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાની બાતમી મળતા છોટાઉદેપુર નાયબ અધિક્ષક એ. વી. કાટકટના માર્ગદર્શન હેઠળ નસવાડી પોલીસ સ્ટાફના કર્મચારી કમલસિંહ બીટ જમાદાર કલ્યાણસિંહ ને બાતમી મળી હતી કે કવાંટ રોડ ઉપરથી એક બોલેરો પીકઅપ ગાડી નંબર GJ 22 U 2934 આવી રહી છે બાતમી મુજબ ગાડી ને રોકતા તેમાં ક્રૂરતા પૂર્વક બાંધેલ પાડા કૂલ 9 નંગ તેમજ પશુઓ માટે કોઈ ઘાસચારા ની વ્યવસ્થા ન હોઈ સદર ગાડી અટક કરી બે ઈસમો અજયભાઇ શઁકરભાઈ સોલંકી રહે. ડેડીયાપાડા તેમજ શકીલભાઇ ઉમરભાઈ કુરેશી રહે. બોરીયાદ ની ધરપકડ કરી ઇપીકો કલમ 177 -184 તથા પશુઓ સાથે ઘાતકી વર્તણુક અટકાવવા માટેના કાયદા 1960 ની કલમ 11(ડી) (ઈ) (એચ) (એફ) મુજબ ધરપકડ કરી કૂલ ત્રણ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ ઝપત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી પશુઓને ગૌ શાળા ખાતે મોકલી આપતાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરનારમાં ફફડાટ ફેલાયો છે