Nasvadi : પોલીસે વિદેશી દારૂ ભરેલી મારુતિ ફન્ટી ઝડપી પાડી

નસવાડી પોલીસે કલેડીયા ચામેઠા રોડ પર વિદેશી શરાબ ભરી જતી મારુતિ ફન્ટી ઝડપી બુટલેગર ફરાર
નસવાડી પોલીસને મળેલ બાતમીના આધારે કલેડીયા ચામેઠા રોડ પર વિદેશી શરાબ ભરી જતી મારુતિ ફન્ટી ને રોકતા ડ્રાયવર થોડે આગળ ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો ત્યારે પોલીસે ગાડીની તલાશી લેતા ગાડીમાં વિવિધ જગ્યાએ સંતાડેલો વિદેશી શરાબનો કુલ મુદામાલ. 41080 તથા ગાડી ની કીમત. 1.30000 મળી કૂલ 171080 નો મુદ્દામાલ ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી ફરાર બુટલેગર ની તપાસ હાથ ધરી છે