Navsari : જુની અદાવતે ચાર યુવાનોએ એકને ચપ્પુના ધા માર્યા

નવસારીમાં જુની અદાવતે ચપુના ઘા માર્યા
નવસારીમાં જુની અદાવતે ચાર યુવાનોએ એકને માર મારી પેટમાં ચપ્પુના ધા મારતા મામલો નવસારી ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યારે પોલીસે ચાર પૈકી ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે.
નવસારી ગોલવાડ મોઠવાડ મહોલ્લામાં રહેતો ફૈઝલ જાકીર હુસેન શેખ ડ્રાઇવીંગ કરી પોતાના ધરનું ગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ તેમના મહોલ્લામાં રહેતા યાસીફ બિહારી સાથે કોઇ બાબતે નવસારી કાગદીવાડમાં રહેતો મોઇન ડેની, સહેબાજ અને ફૈઝલ મુરગી તેમજ ઝવેરી સડક મદીના એપાર્ટમેન્ટમાં રહેતો યાસીન મેમણે ઝધડો કર્યો હતો. જેથી ફૈઝલ શેખ અને મહોલ્લામાં રહેતા અંજુમભાઇએ વચ્ચે પડી મામલો પતાવ્યો હતો. ગત 25મીએ ફૈઝલ તેનો મિત્ર બાઇક ઉપર બેસી ફરવા નીકળ્યા હતા. જ્યાંથી તેઓ પરત બાઇક વળાવીને નવસારી પારસી હોસ્પિટલ તરફ આવતા હતા. જ્યાં વચ્ચે બાજપાઇ ગાર્ડન પાસે મોઇન ડેની, સહેબાજ અને ફૈઝલ મુરગી તેમજ યાસીન મેમણ બેસેલા હતા. દરમિયાન યાસીન મેમણે ફૈઝલ શેખને બુમ મારી બોલાવ્યો હતો. જેથી ફૈઝલ શેખ તેઓ પાસે જતા જુની અદાવતને પગલે અપશબ્દો બોલવા લાગ્યા હતા. અને સહેબાજ તેમજ ફૈઝલ મુરગીએ ફૈઝલ શેખને પાછળથી પકડી રાખતા મોઇન ડેનીએ ગુપ્તી જેવુ હથિયાર કાઢી ફૈઝલ શેખને પેટની ડાબી બાજુએ ધુસાવી દીધી હતી. જેથી ફૈઝલ શેખને લોહી નીકળવા લાગ્યુ હતુ. તેમજ યાસીન મેમણે લોખંડના સળિયા વડે ફૈઝલ શેખને શરીરે અને માથાના ભાગે ફટકા મારતા વધુ લોહી નીકળવા લાગ્યુ હતુ. જેથી ફૈઝલ શેખનો મિત્ર સોભાને બુમાબુમ કરી ધટના સ્થળે લોકોનું ટોળુ ભેગુ થઇ ગયુ હતુ. જેથી મોઇન ડેની, સહેબાજ, ફૈઝલ મુરગી અને યાસીન મેમણ ફૈઝલ શેખને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘટના સ્થળેથી નાસી ગયા હતા. ત્યારબાદ ફૈઝલ શેખને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં નવસારી એલ.સી.બી. પોલીસ અને નવસારી ટાઉન પોલીસનો કાફલો પહોંચી જઇ ધટનાનો તાગ મેળવ્યો હતો. આ બાબતે નવસારી ટાઉન પોલીસે ફૈઝલ શેખની ફરિયાદને આધારે મોઇન ડેની, સહેબાજ, ફૈઝલ મુરગી અને યાસીન મેમણ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઇ. એસ.ડી. સાળુંકેએ હાથ ધરી છે.