Navsari : જનતાના હિત માટે વિજલપોર પોલીસની મુહિમ

વિજલપોર પોલીસે જનતાના હિત માટે જનતાએ કરવાના કામો અને જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ કરાવવા માટે વિજલપોર શહેરમાં 30 થી 35 બેનરો લગાવ્યા છે.
વિજલપોર શહેરમાં ગુનાઓ રોકવા માટે વિજલપોર પોલીસ દ્વારા જનતાએ કરવાના કામો અને જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાની માહિતી આપી તેનો અમલ કરાવવા માટે શહેરમાં 30 થી 35 બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં દરેક મકાન માલિકે ભાડુઆત અંગેની માહિતી પુરી પાડવી, જો તે માહિતી મકાન માલિક ન આપે તો મકાન માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવી, દરેક હોટલો, રેસ્ટોરન્ટો, એપાર્ટમેન્ટના પ્રમુખો અને દુકાનના માલિકોએ નાઈટ વિઝન સીસીટીવી કેમેરા અંદર અને બહારના ભાગે લગાવવા માટે જણાવ્યું હતું. સાથે જ કેમેરાનું ત્રણ મહિનાનું બેકઅપ સ્ટોરેજ રાખવા માટે જણાવ્યું હતું. જો આમ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ બેનરમાં દર્શાવ્યું હતું.