Navsari : નેશનલ યુથ ડે નિમીત્તે સાયકલ યાત્રાનો પ્રારંભ

નેશનલ યૂથ ડે પર ગુજરાત કોસ્ટલ લાઈન સાઈકલિંગ ઍકસ્પીડિશનને કેન્દ્રીય રાજયમંત્રી મનસુખ માંડવિયાઍ ઈ-ફલેગ આપ્યો હતો. આ ઈવેન્ટ ઈનવીનસિબલ ઍનજીઓ, ગુજરાત યૂથ ફોરમ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ઍન હમસફર ફૂડ દ્વારા આયોજીત કરવામાં આવી છે.
નેશનલ યુથ ડે નિમીત્તે સાયકલ યાત્રાનો પ્રારંભ જેમાં ૧૭ યુવાનો સાયકલ યાત્રા દ્વારા જાગૃતિ ફેલાવશે.
ગુજરાત ક્રોસ્ટલ લાઈન સાઈકલિંગ અભિયાનઍ દરિયાઈ ઈકોસ્સ્ટિમનાં સંરક્ષમ અંગે જાગૃતિ ફેલાવવાની પહેલ છે. આ ટીમમાં ગુજરાતનાં ૧૭ યુવાનોઍ ભાગ લીધો છે. જેઓ ૧૧ દિવસની મુસાફરી કરી ગુજરાતનાં દરિયાકાંઠેથી સાઈકલ પર કચ્છથી શરૂ થયું હતું અને ૧૨૦૦ કિ.મી.નું અંતર કાપી આજે નવસારી આવી પહોîચ્યા હતા. અને આ યાત્રા દમણ ખાતે સમાપ્ત થશે. આ ટીમ દ્વારા માર્ગમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરી દરિયાઈ પ્રદૂષણ સામે લડવા માટેનાં ઉકેલોની ચર્ચા કરી સિંગલ યૂઝ પ્લાસ્ટિકને ટાળવાનો પણ સંદેશો આપ્યો હતો. કોવિડ-૧૯ રોગચાળાને પડકારજનક સમયને પણ સમજીને, કોવિડથી સલામત રહેવાï અને સાવચેતીનાં પગલાં લેવા સરકારનાં માર્ગદર્શિકાનું પાલન કરવા અંગે તથા રસીકરણની કામગીરીને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આજરોજ આ ૧૭ યુવાનો આ ૧૭ યુવાનો સુરત હજીરાથી વહેલી સવારે સાયકલ યાત્રા કરતા નવસારીનાં સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા. જયાં તેમણે વિસામો કરી ચા-નાસ્તો કર્યા બાદ દમણ તરફ પ્રયાણ કર્યુ હતું. આ યાત્રા આજે ૧૧માં દિવસે ૧૩૦૦ કિમી પુરા કરી દમણ ખાતે સમાપ્ત થશે. અને તમામ સાયકલ ચાલક યુવાન યુવતીઓ આજે સાંજે ત્યાંથી પોતાના ઘરે જવા રવાના થઈ જશે. આ યાત્રા દરમ્યાન કોઈ પણ સાયકલ યાત્રીઓને કોઈપણ પ્રકારની તકલીફ પડી નથી. અને આગળનાં દિવસોમાં ફરી નવી સંદેશોï સાથે યાત્રા કરવાની વાત પણ યુવાનો દ્વારા કરવામાં આવી હતી.