Navsari : પોલીસે દારૂની મિજબાની માણતા ૧૪૩ લોકોને ઝડપી પાડ્યા

નવસારીમાં થર્ટી ફર્સ્ટના રાત્રીએ દારૂની મિજબાની કરતા ૧૪૩ લોકોને પોલીસે ઝડપી પાડ્યા
નવસારી જિલ્લામાં ૩૧મી ડીસેમ્બરના રોજ રાત્રીના સમયે લોકો ભવ્ય ઉજવણી કરતા હોય છે. ત્યારે આ વર્ષે આ ઉજવણીમાં કોરોનાનું ગ્રહણ લાગી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા રાત્રે ૧૧ વાગ્યા બાદ લોકોએ સ્વેછીક કર્ફ્યું પડ્યો હોય તેમ રસ્તાઓ સુમશાન ભાસી રહ્યા હતા. તો પોલીસે દારૂની મિજબાની માણતા ૧૪૩ લોકોને ઝડપી પાડી ગુનો દાખલ કરી કાર્વાહી હાથ ધરી છે.
નવસારીમાં ૩૧ મિ ડીસેમ્બરના રોજ રાત્રે લોકોએ કોરોના મહામારી કરતા પોલીસના ડરથી ઉજવણી પર રોક લગાવી પોતાના ઘરમાંજ રહેવાનું મુનાસિફ માન્યું હોય તેમ સ્વેછીક લોકડાઉન નવસારી જનોએ પડ્યો હતો ત્યારે નવસારીની તમામ હોટેલો રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યે પોલીસે બંધ કરાવી દીધી હતી તો રાત્રે બહાર ફરતા લોકોને માટે પોલીસે બાઈક અને પોલીસ જીપ દ્વારા સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેણે લઈને લોકો ડરના માર્યા પોતાના ઘરમાં પુરાઈ ગયા હતા. તો વળી પોલીસે નવસારી શહેર અને ગ્રામ્ય વિઈસ્તારોના પ્રવેશ દ્વારો પર કિલ્લેબંધી કરવામાં આવી હોય તેવી રીતે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તો જીલ્લા પોલીસ વડા સહીત તમામ ઉચ્ચ અધિકારીઓ પણ પોતાની ફરજ પર હાજર હતા અને તેઓ પણ શહેરમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. જીલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય પણ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા અને રાત્રે ઇટાળવા રોડ પર આવેલ ડી પીઝા અને ચાઈના રેસ્ટોરન ૧૧ વાગ્યે ચાલુ હતું જેને તેઓ દ્વારા બંધ કરવવામાં આવ્યું હતું. તો સમગ્ર જીલ્લમાં દારૂની મિજબાની માણતા ૧૪૩ લોકોને પોલીસે ઝડપી પાડી ઉજવણી બગડી હતી. પોલીસે વિવિધ વિસ્તારમાં દારૂનો વેપલો કરતા લોકોને ત્યાં પણ રેડ કરી સમગ્ર નવસારીમાં ચુસ્ત કાર્યવાહી કરતા બેનંબરના વ્યાપાર કરતા લોકો પણ ભૂગર્ભમાં ઉતરી જવા મજબુર બન્યા હતા. તો નવસારી વેસ્મા પોલીસે ધોળા પીપળા ખાતે એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ૧૦ સુરતના નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં બે યુવતીઓ પણ સામેલ હતી. તો વિજલપોર પોલીસે પણ ૧૦ લોકોને દારૂ પીને ફરતા ઝડપી પાડ્યા હતા.