Banaskantha : હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ઠંડી પડી રહી છે. જેના કારણે ઠંડીમાં બીમારીનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે રોજના ૫૦૦ થી પણ વધુ ઠંડી ના કારણે બીમાર દર્દીઓ સારવાર લેવા માટે આવે છે
દર વર્ષે ઉત્તર ગુજરાતમાં નલિયા બાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સૌથી વધુ ઠંડી પડે છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ઠંડી પોતાનું જોર પકડ્યું છે.જેના કારણે જાહેર માર્ગો પર લોકોની સવાર અને સાંજ ખૂબ જ ઓછી અવરજવર દેખાઈ રહી છે. આમ તો શરીર માટે ઠંડી ખૂબ જ ફાયદાકારક હોય છે.લોકો પોતાના શરીર તંદુરસ્ત રાખવા માટે સવારે વહેલા ઊઠીને મોર્નિંગ વોક કરવા માટે જતા હોય છે.પરંતુ ક્યારેક વધારે ઠંડી પડવાના કારણે બીમારીઓનું પ્રમાણ વધતું હોય છે.ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં શરૂવાતથી જ ઠંડીએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. અને પ્રથમ તબક્કામાં ઠંડીએ બનાસકાંઠા જિલ્લાને ઠંડુગાર કરી દીધું છે.શિયાળામાં ખાસ કરીને લોકોમાં શ્વાસ ની બીમારી ખૂબ જ વધારે જોવા મળે છે. તે ઉપરાંત તાવ, શરદી,ખાંસી જે બીમારીઓ પણ જોવા મળે છે.અત્યારે વાત કરવામાં આવે તો ડીસા સરકારી હોસ્પિટલમાં જનરલ બીમારીઓના રોજના 300 થી પણ વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે.ત્યારે આ બીમારીઓથી રક્ષણ મેળવવા માટે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે હાલમાં એક તરફ કોરોના વાયરસની બીમારી છે અને બીજી તરફ ઠંડીએ પોતાનું જોર પકડ્યું છે. ત્યારે શરૂવાતમાં ગરમી બાદ ઠંડીની શરૂવાત થતા જ હાલ બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આવા સમયે લોકોએ બીમારીથી બચવા માટે ગરમ પાણી પીવું જોઈએ પોતાનું શરીર ગરમ કપડાંથી ઢાંકીને રાખવું જેથી ઠંડીથી રક્ષણ મેળવી અને બીમારીઓથી બચી શકાય.