Khergam : રૂક્ષ્મણી-વિવાહ પ્રસંગે ૧૦૮ સૌભાગ્યવતી બહેનોને સાડીનું વિતરણ

ખેરગામમાં રૂક્ષ્મણી-વિવાહ પ્રસંગે ૧૦૮ સૌભાગ્યવતી બહેનોને સાડીનું વિતરણ અને બ્રહ્મભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો.
નવસારી જિલ્લાના ખેરગામ ગામે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુકલની ફેસબુક ઓનલાઈન ભાગવત કથામાં આજે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે ૧૦૮ સૌભાગ્યવતી બહેનોને સાડી વિતરણ કરીને બ્રહ્મભોજન અપાયુ હતુ. મુખ્ય યજમાન નીતીનભાઈ દેસાઈ દ્વારા પોથીપૂજન કરવામાં આવ્યુ હતુ.પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રી (છોટે મોરારીબાપુ) એ કથા માં પધારી આશીર્વચન આપ્યા હતા.હેતલબેન કૌશિકભાઈ ટંડેલ ભગવાન ની જાન લઈને આવ્યા હતા.પ્રબોધભાઈ લલ્લુભાઇ કુરકુટિયા કન્યા પક્ષે રહીને કન્યાદાન કર્યું હતું.આહવાથી બાપા સિતારામ પરિવાર ના ભારતીબેન ગાયકવાડ અને પરિવાર ની બહેનો ઉપસ્થિત રહી હનુમાન ચાલીસા નો પાઠ કર્યો હતો.ખેરગામ જગદંબાધામ માં ચાલી રહેલી ભાગવત કથાનો FACEBOOK ID :- PRAFULBHAI SHUKLA BAPU લાઈવ દ્વારા હજારો ભક્તો લાભ લઇ રહ્યા છે.આવતીકાલે સમસ્ત પિતૃ ને મોક્ષાર્થે ચાલી રહેલી આ શ્રીમદ્દ ભાગવત કથાને વિરામ આપવામાં આવશે.