Maliyahatina : ચેકડેમમાં પડેલ બકરાને બચાવવા જતા વૃદ્ધ માલધારીનું મોત

માળીયાહાટીના જુથળ ગામ ચેકડેમમાં પડેલ બકરા ને બચાવવા જતા વૃદ્ધ માલધારી નું ઘટનાસ્થળે મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો
પ્રાપ્ત વિગતો મુજબ માળીયાહાટીના જુથળ ગામે ગઇકાલે સાંજના સુમારે ચેકડેમમાં પડેલ બકરા ને બચાવવા જતા માલધારી પુંજાભાઈ સરમણભાઈ કોળીયાતર ઉવ 85 ડૂબી જવાના કારણે ઘટના સ્થળે મોત થયુ હતું આ ઘટનાની જાણ બકરા સીમમાંથી ચરી અને પરત ઘરે ફરતા પુંજાભાઈ અને એક બકરી ઓછી આવતા પરિવારજનોએ ગામ લોકોને સાથે રાખી શોધખોળ આદરી હતી ત્યારે ગામની નજીક આવેલ ચેકડેમમાં પુંજાભાઈ અને બકરી ની લાશ તરતી જોતા ગામલોકોએ ચેકડેમમાંથી લાશને બહાર કાઢી માળીયાહાટીના સરકારી દવાખાને પીએમ અર્થે મોકલી આપી હતી આ ઘટનાની જાણ થતા માળીયાહાટીના પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે દોડી જય પરિવારજનોની ફરિયાદ લઇ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ માળીયાહાટીના પીએસઆઇ રાઠોડ ચલાવી રહ્યા છે જુથળ ગામ એ ગોઝારી ઘટના બનતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે