Surat : પ્રિયંકા સોસાયટીમાં ચોરી કરનાર તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

ડિંડોલી વિસ્તારમાં આવેલી પ્રિયંકા સોસાયટીમાં 30મી ડિસેમ્બર 2020ના રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરોએ રાત્રિના સમયે સોસાયટીના અલગ અલગ મકાનમાં ત્રાટકીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક મકાનમાંથી રોકડા રૂપિયા, લેપટોપ, મોબાઈલ સહિતની વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. આ તસ્કરોને ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાંચના માર્ગદર્શન મુજબ ઘરફોડ સ્કવોડે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પાંડેસાર જીઆઈડીસીના પીટી ડાઈંગ મીલ પાસેના તુલસી રેસ્ટોરન્ટ પાસેથી સુજીત ઉર્ફે સુનિલ ઉમાશંકર ઉર્ફે બાબુ બિંદ તથા બાબુરાજ ઉર્ફેબાબુ હકીમુદ્દીન શેખને ઝડપીલીધા હતાં. પકડાયેલા બન્ને આરોપીઓ પાસેથી પોલીસે સેમસંગ મોાઈ ફોન નંગ 1 તથા રોકડા 9300 કુલ મળીને 16300ની મત્તા કબ્જે કરી હતી. આરોપીઓની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપી સુજીત ઉર્ફે સુનિલ અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયો હતો. બન્નેએ સાથે મળીને 30મી ડિસેમ્બર 2020ના રોજ પ્રિયંકા સોસાયટીના જુદા જુદા મકાનોમાં પ્રવેશી ચોરી કરી હતી. તે ચોરીમાં એક બેગમાં લેપટોપ, રોકડા રૂપિયા 45 હજાર તથા બીજા મકાનમાંથી મોબાઈલ ફોન મળેલો. ચોરીનો ભાગ પાડીને 10 હજાર સુજીતને તથા 10 હજાર બાબુ શેખને આપ્યા હતાં.