Vaghodia : સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નીમીત્તે યુવા દિવસ તરીકે ઊજવણી

સ્વામી વિવેકાનંદની ૧૫૮મી જન્મજયંતી નીમીત્તે વાઘોડિયામા યુવા દિવસ તરીકે ઊજવણી કરતા બાઈક રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
દેશ અને વિદેશમા વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કરનાર સ્વામી વિવેકાનંદની સમગ્ર દેશમા ૧૫૮મી જન્મજયંતી ઊજવાઈ રહિ છે. ત્યારે " માનવ સેવા એજ પ્રભુસેવા" નુ સુત્ર આપનાર સ્વામી વિવેકાનંદે ખુબજ ઓછી આયુમા ૧૮૯૩ મા શિકાગો ખાતે વિશ્વધર્મ પરીષદમા ભારતનુ પ્રતીનિધીત્વ કર્યુ હતુ. આખા ભારતખંડનુ પરિભ્રમણ કરનાર અને પ્રખર વક્તા એવા સ્વામી વિવેકાનંદ હંમેશા યુવાનોના પ્રેરણા સ્તોત્ર રહ્યા છે.ત્યારે યુવાનો તેમના વ્યક્તીત્વથી આકર્ષાઈ આજે વાઘોડિયામા સ્વામીના જન્મદિનને યુવાદિન તરીકે ઊજવી બાઈક રેલીનુ આયોજન કર્યુ હતુ. સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી ટાંણે યોજાએલ બાઈક રેલી. . ભલે યુવાનો રાજકીય રેલીનુ રુપ ના ગણતા હોય. . પરંતુ ભાજપના ખેસ ધારણ કરેલા કાર્યકરો અને બાઈકપર લાગેલા ઝંડાએ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી માટે યોજાએલ યુવા શક્તી પ્રદર્શન હોય તેમ સ્પષ્ટ ચર્ચાઈ રહ્યુ છે.