કાંકરેજ : રામ મંદિર નિર્માણ માટે વાદી સમાજ દ્વારા 4000/- નું નિધિ સમર્પણ

ફુલ નહિ તો ફુલની પાંખડી
અયોધ્યા માં ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ માટે વાદી સમાજ દ્વારા 4000/- નું સમર્પણ અર્પણ કરવામાં આવ્યું..
અયોધ્યા ખાતે ભવ્ય શ્રીરામ મંદિર બને તે માટે સમગ્ર ભારતભરમા શ્રીરામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શ્રીરામ મંદિર નિર્માણ નિધી એકત્રીકરણ અભિયાન દેશના દરેકે દરેક ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો દરેક ના ઘરે ઘરે જઈને ચલાવી રહ્યા છે તે અંતર્ગત કાંકરેજ તાલુકાના કાકર ગામે વસતા વાદી સમાજ ના ૪૦૦ પરીવાર દ્વારા દરેક પરીવાર માંથી ફુલ નહિ તો ફુલની પાંખડી એ ન્યાયે ફાળો ઉઘરાવી ને રૂપિયા ૪૦૦૦ એકઠા કરી ને અયોધ્યા ખાતે ભવ્ય શ્રીરામ મંદિર નિર્માણ માટે તમામ વાદી સમાજે અનન્ય પ્રેમ દર્શાવી પોતાની સમર્પણ નિધી સમસ્ત વાદી સમાજ ના વડીલ આગેવાન ભગાભાઈ ધુડાભાઈ વાદી ના હસ્તે થરા તાલુકા અભિયાન પ્રમુખ દિનેશભાઈ ચૌધરી ને અર્પણ કરેલ..
વાદી સમાજ ની વસાહત માં એકતા અને ભાઇચારા ની ભાવના સાથે શ્રીરામ મંદિર માટે વાદી સમાજ નો ઉત્સાહ જોઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયંસેવકો પણ તલ્લીન થઈ ગયા હતા અને સૌ વાદી સમાજ ના ભાઈઓનો આભાર માન્યો હતો...
આ કાર્યક્રમમાં તાલુકા અભિયાન પ્રમુખ દિનેશભાઈ ચૌધરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હિતેશભાઈ શાહ દિયોદર નારણભાઈ રાવલ Vssm, કિરણભાઈ દેસાઈ વડા, રજનીશભાઈ ચૌધરી, નસરતપુરા, રાજુભાઈ દેસાઈ કાકર રામદુત બની પધાર્યા હતા.