ચલથાણ : કડોદરા નગર વોર્ડ નંબર બે માં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇને કડોદરા નગર વોર્ડ નંબર બેનાં મુખ્ય ઉમેદવાર અંકુરભાઇ દેસાઈ ના મતવિસ્તારમાં કાર્યાલયનું ઉદ્ઘાટન માલધારી વડીલ આગેવાનોનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જે અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 
વોર્ડ નંબર બેનાં મુખ્ય ઉમેદવાર અંકુરભાઇ દેસાઈ ના પોતાનાં મતવિસ્તાર એવાં સાંઈ આશીર્વાદ ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે અન્વયે કડોદરા નગર ભાજપ સંગઠનનાં હોદ્દેદારો તેમજ નગર ચૂંટણી ઈન્ચાર્જ જગદીશભાઈ પારેખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા કાર્યાલયનું ઓપનિંગ તેમનાં જ વિસ્તારમાં આવતાં ગોકુલ નગરનાં માલધારી સમાજનાં આગેવાન શ્રી વશરામભાઈ ભૂવા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિસ્તારનાં ધારાસભ્ય તેમજ રાજ્યનાં કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મંત્રીશ્રી દ્વારા પોતાનાં ઉદ્દબોધનમા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત થીં લઈને દિલ્લી પાર્લામેન્ટ સુધી મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકાર વિકાસનાં કામોને લઇને મક્કમ છે જેથી આવનારી ૨૮ ફેબ્રુઆરી નાં રોજ નગરપાલિકા બેઠકો, જિલ્લા પંચાયત બેઠકો તેમજ તાલુકા પંચાયતની બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાશે ત્યારે વર્ષ ૨૦૨૨ ના ડિસેમ્બર મહીનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને મિશન ૧૮૨ પ્લસ સાથે મજબુત બનવામાં સરળતા રહેશે અને રાજયોમાં વધું વિકાસશીલ અને મજબુત સરકાર હશે તો વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં દેશ ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન પદે માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીને બિરાજમાન થતાં જોશે માટે ઉપસ્થિત કડોદરા નગર ભાજપ સંગઠનનાં તમામ હોદ્દેદારો,ઉમેદવારો તેમજ કાર્યકરો ને ૨૮ ફેબ્રુઆરી નાં રોજ વધુમાં વધું મતદાન થાય તે દિશામાં ધ્યાન આપવાં આહ્વાન કરાયું હતું તેમજ વોર્ડ નંબર બેનાં ચારેય ઉમેદવારો સહિત તમામ ૨૮ ઉમેદવારો પૂર્ણ બહુમતીથી વિજય મેળવશે તેવી આશા વ્યક્ત કરી હતી
ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર બેનાં મુખ્ય ઉમેદવાર અંકુરભાઇ દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ સતત પોતાનાં ત્રણેય ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલું કરી દેવામાં આવ્યો હતો જ્યાં આગળ તેમનાં બે નંબરના વોર્ડમાં આવતાં હનુમાન ફળિયું, હળપતિવાસ,મકનજી પાર્ક સહીતનાં અન્ય તમામ વિસ્તારોનાં મતદાતાઓ દ્વારા તેમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો તેમજ સોસીયલ મિડીયા નાં તમામ પ્લેટફોર્મો પર તેમની પાર્ટી તેમજ અન્ય પાર્ટીનાં ઉમેદવારો ને તેમણે પાછળ મુકી દીધા હતાં સોસીયલ મિડીયા પર પ્રચાર-પ્રસાર ને લઇને સૌથી વધું એક્ટીવ રહેવાનાં કારણે સૌથી વધું થબ્સ્  મેળવવાનો રેકોર્ડ બ્રેક તેમણે કર્યો હતો જેનો સીધો લાભ તેમને ૨૮ ફેબ્રુઆરી નાં રોજ મળશે જેમાં કોઈ બે મત નથી જોકે પોતાનાં મોટાભાગના તમામ વિસ્તારોમાં પ્રચાર પૂર્ણ કર્યા બાદ પોતાની માતૃર્શ્રીના શ્રીફળ સાથેનાં વિજય આશીર્વાદ તેમણે અને તેમના અન્ય ઉમેદવારોએ લીધાં હતાં.