ડભોઇ : વાહન ચાલાઓ માટે ખાળા માથાના દુખાવા સમાન બની ગયા

ડભોઇ થી સ્ટેચ્યું ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર છેલ્લા કેટલાય સમય થી પીવાના પાણીની લાઈનો લીકેજ થતી હતી જે રીપેર કરાયા બાદ પાલીકા તંત્ર દ્વારા રોડ ઉપર ખાળા પુરાણ કર્યા હોય જે ઊંચા ટેકરા સમાન બની રહ્યા છે જેથી આ રોડ ઉપર થી પસાર થતાં વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. અને અવાર નવાર અકસ્માતો સર્જાય છે પાલીકા તંત્ર તેમજ માર્ગ મકાન વિભાગ ના અધીકારીઓ વહેલી તકે રોડ સરખો કરી રોડ ઉપર ના માટીના ટેકરા દૂર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ડભોઇ થી સ્ટેચ્યું ઓફ યુનિટી જવાનો માર્ગ ડભોઇ સરિતા ક્રોસિંગ થી શિનોર ચોકડી થી પસાર થાય છે આ રોડ ઉપર આવેલ સોસાયટી માં પાલીકા તંત્ર દ્વારા પીવાના પાણીની પાઇપ લાઈનો નાખવામાં આવી છે જે રોડ બન્યો ત્યાર થી લીકેજ હોવાના પ્રશ્ન રહેલા હતા હાલ પાલીકા તંત્ર દ્વારા રોડ ઉપર પ્રભુદાસ પાર્ક નજીક ખાળો ખોદી પાણીની લાઇન રીપેર કરવામાં આવી હતી પણ ખાળો પુરયો ત્યારે માટી એવીને એવી જ રાખતા આ રોડ ઉપર થી રોજ બરોજ પસાર થતાં વાહન ચાલાઓ માટે આ પૂરેલો ખાળો માથાના દુખાવા સમાન બની ને રહી ગયો છે જ્યારે છેલ્લા એક માસ માં ખાળો પૂર્યા બાદ તેની ઉપર લાલ ઝંડીઓ નાખી હોવા છતાં અંધારામાં દેખા ન દેતા સંખ્યા બંધ વાહન ચાલકો આનો શિકાર બન્યા છે જ્યારે આજે બાઇક લઈ જતાં આ વિસ્તાર ના કિશનભાઈ જગદીશભાઈ પટેલ ને પગના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી છે આવી જ રેટે 12 ઉપરાંત અકસ્માતો છેલ્લા એક મહિના માં થયા હોય માટી નું સરખું પુરાણ કરી રોડ સીધો કરવા વાહન ચાલકો ને માંગ છે માર્ગ મકાન વિભાગ તેમજ પાલીકા તંત્ર વહેલી તકે રોડ નું કામ કરવી ટેકરો સીધો કરે તેવી માંગ ઉઠવા પામી છે.