ભરૂચ : સુરતના મેયર ભરૂચ જિલ્લા પંચાયત સદસ્ય શૈલાબેનની મુલાકાતે

ઝાડેશ્વર જિલ્લા પંચાયત સદસ્ય શીલાબેન પટેલની સુરતના મેયર હેમાલિબેને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કોરોના કાળમાં સુંદર કામગીરી કરનાર આશા વર્કર અને આંગણવાડીની બહેનોનું મેયરના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા પંચાયત ના સભ્ય શૈલાબેન પટેલ ના ઘરે ઓપચારિક મુલાકાતે આવેલ સુરત શહેર ના મેયર હેમાલી બેન નું ઝાડેશ્વર ગામની કેસરિયા સખીયો દ્વારા કઠોર ની ટોપલીયો તેમજ સુખડી ના બોક્ષ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઝાડેશ્વર ગામમાં કોરોનાની મહામારી મા સુંદર કામગીરી કરેલ આશાવર્કર બહેનો, અગનવાડી બહેનો અને હેલ્પર બહેનોનું મેયર દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, વોર્ડ ન.6 ના સભ્ય હેમુબેન પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.