મોરબી : સિરામિક એસોસિએશન દ્વારા ઓક્સીજન પ્લાન્ટ ઉભો કરાયો

મોરબી સીરામીક એસોસીએસનની ટીમના હોદેદારોએ રાત દિવસ એક કરીને અથાક પ્રયત્નો દ્વારા માત્ર ૬-૭ દિવસમા ૬૫ ટનની ક્ષમતા વાળો ઓકિસજન પ્લાન્ટન તો ઉભો કરી દીઘો જે માટે જરૂરી પેટ્રોલીયમ એન્ડ એક્પ્લોઝીવ્સ સેફટી ઓર્ગેનાઈનેશનનુ લાયસન્સ સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વાર મળી ગયું છે પરંતુ પ્લાન્ટ માટે કેન્દ્ર સરકાર તરફથી લીક્વીડનો કોટો ફાળવી આપે તો પ્લાન્ટમાં રોજના ૧૦૦૦ સીલીન્ડર રીફીલીંગ થઇ સકે તેમ છે
મોરબીની અલગ અલગ સંસ્થાઓના કોવિડ સેન્ટર અને પૃાઈવેટ હોસ્પિટલ વાળાઓ ને બીજા જીલ્લામા રીફીલીંગ માટે મોકલવામા આવતા ઓકિસજન સીલીન્ડરમા વઘુ સમય લાગે છે અને જે તે જીલ્લાના કલેક્ટરના આદેશ મુજબ પાબંદી હોવાથી અને મયાઁદિત કોટો હોવાથી મોરબીની અલગ અલગ સંસ્થાઓના કોવિડ સેન્ટર અને પૃાઈવેટ હોસ્પિટલોને સમયસર ઓકિસજન ના મળતા મોટી હેરાનગતિ થઈ રહી છે જેથી દદીઁઓની મુશ્કેલીમા વઘારો થાય છે જેથી મોરબી સિરામિક એસો દ્વારા ઓક્સીજન પ્લાન્ટ ઉભો કરાયો છે અને હવે પ્લાન્ટને સમયસર લીક્વીડ કોટો મળી જાય તો મોરબીના તમામ જરૂરીયાત વાળા દદીઁને સમયસર ઓકિસજન મળી રહેશે