સુરત : કતારગામ ખાતે હર્ષોલ્લાસ સાથે નવરાત્રી પર્વની ઉજવણી

હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે અને ખેલાયાઓ પણ મનમુકી ગરબે ઝુમી રહ્યા છે ત્યારે નવરાત્રીના આઠમના દિવસે અનેક જગ્યાએ પુજા સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતાં. ત્યારે કતારગામ ખાતે આવેલ ભુલાભાઈ દેસાઈ પાર્ક સોસાયટીમાં હર્ષોલ્લાસ સાથે નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ રહી છે.
માં અંબાની આરાધનાનો પર્વ નવરાત્રી મહોત્સવ હાલ ચાલી રહ્યો છે. સુરત શહેરમાં ધામધૂમથી નવરાત્રીમાં ભક્તો પુજા અર્ચના કરી ગરબે ઘુમે છે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં ભુલાભાઈ દેસાઈ પાર્ક સોસાટીમાં પણ વર્ષોથી ગરબાનું આયોજન કરાઈ રહ્યું છે. જેમાં સોસાયટીના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાઈ છે. અને માતાની આરતી કરી પુજા અર્ચના સાથે ગરબે ઘુમે છે. તો આઠમના દિવસે ભુલાભાઈ દેસાઈ પાર્ક સોસાયટીમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
દર વર્ષે કતારગામની ભુલાભાઈ દેસાઈ પાર્ક સોસાયટીમાં હર્ષોલ્લાસ સાથે નવરાત્રી પર્વ ઉજવાય છે. તો સાથે દરેક તહેવારની સોસાયટીના રહિશો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે.