Olpad : કરંજગામના પ્રગતિશીલ ખેડૂતનો નવતર પ્રયોગ

ઓલપાડના કરંજગામના પ્રગતિશીલ ખેડૂતનો નવતર પ્રયોગ : નેધરલેન્ડથી કલર કેપ્સીકમ બિયારણ લાવી સફળ ખેતી કરી.
વાત કરીએ ઓલપાડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતની.....ઓલપાડના કરંજ ગામના એક ખેડૂતે ખેતીમાં બદલાવ કરી ચાલુ વરસે નેધરલેન્ડ બ્રીડના કલર કેપ્સીકમ મરચાની ખેતી કરી ભારે ઉત્પાદન મેળવ્યું છે.પરંતુ આ ખેતી ભારે ખર્ચાળ છે કેમકે મોઘા બિયારણ અને ગ્રીન હાઉસ બનાવવા લાખો રૂપિયા ખર્ચ કરવા પડ્યા છે.જોકે ખેડૂતની રાતરાત ની મહેનત બાદ ભારે ઉત્પાદન થયું છે પણ રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચકતા ખેડૂતની ચિંતામાં વધારો થયો છે .કેમકે કોરાના મહામારી વચ્ચે ખેડૂતને પોષણસમ ભાવ મળશે કે કેમ એ એક સવાલ ઉભો થયો છે જુઓ અમારો વિશેષ અહેવાલ કોણ છે પ્રગતિશીલ ખેડૂત અને કેવી રીતે કર્યો ખેતીમાં બદલાવ
આમતો સામાન્ય રીતે ઓલપાડ તાલુકામાં ડાંગર,શેરડી અને શાકભાજીના પાક લેવામાં આવે છે પણ ઓલપાડ તાલુકાના કરંજ ગામના ચેતનભાઈ પટેલે નેધરલેંડ બ્રીડના કલર કેપ્સીકમ ની ખેતી કરી છે એક વિંધા ના ગ્રીનહાઉસ માં લાલ,કાળા અને પીળા કલરના કેપ્સીકમ મરચાની ખેતી કરી છે .ચેતનભાઈ એ એક વિંધા માં ૫ હજાર  રોપાનું કર્યું હતું પ્લાન્ટેશન અને ભારે મહેનત બાદ કેપ્સીકમ મરચા નો પાક તયાર થઇ ગયો છે આ કલર કેપ્સીકમ મરચાનો એક કિલોનો ભાવ ૧૦૦ થી ૧૫૦ રૂપિયા ભાવ મળે છે પરંતુ હાલમાં ફરી એકવાર કોરોના ને કારણે કર્ફ્યું જેવો માહોલ છે ત્યારે સ્વભાવિક ખેડૂતની ચિંતામાં વધારો થાય પરંતુ હાલતો ઓલપાડ તાલુકામાં પ્રથમ એવા ખેડૂત છે ચેતનભાઈ પટેલ જેમણે કલર કેપ્સીકમ મરચાની ખેતી કરી અન્ય ખેડૂતો માટે નવો રાહ ચીંધ્યો છે
કરંજ ગામના ચેતનભાઈ એ નેધરલેંડ બ્રીડના કલરકેપ્સીકમ મરચાની ખેતી કરી છે.સામાન્ય રીતે સુરત સહીત દક્ષીણ ગુજરાતમાં બજારમાં વેચતા લીલા કેપ્સીકમ મરચા નો ભાવ 8 થી ૧૦ રૂ ભાવ મળતો હોય છે,પરંતુ ચેતનભાઈ દ્વારા બનાવવામાં આવેલા કલર કેપ્સીકમ મરચાનો ભાવ ૫૦ થી ૧૦૦ રૂ,કિલો હોય છે. કલરકેપ્સીકમ મરચા એક છોડ પર ૧૦ થી ૧૨ કિલો નો ઉતારો આવે છે .આમ તો આ બિયારણનો ભાવ આશ્માને છે ૧૦ ગ્રામ બિયારણ નો ખર્ચ ૬ થી ૭ હજાર રૂપિયા હોય છે .જોકે કરંજ ગામના ખેડૂતે તેમના એક વિન્ધામાં  કલર કેપ્સીકમ મરચા ની ખેતી કરી છે અને અલગ અલગ કલરમાં મરચા જોવા મળે છે . ઓલપાડના પ્રગતિશીલ ખેડૂત દ્વારા કરવામાં આવેલ કલર કેપ્સી કમ મરચા ની ખેતી જોવા માટે સુરત જીલ્લાના ખેડૂતો આવી રહ્યા છે
ઓલપાડ તાલુકામાં ખેડૂતો ડાંગર,શેરડી જેવા પાક લેતા હોય છે પરંતુ સમયની સાથે ખેડૂતો બદલાવ કરી રહ્યા છે હાલમાં મંદ્રોઈ ગામના ખેડૂતોએ થાઈલેન્ડ અને ચાઈના બ્રીડના બ્લેક રાઈસની સફળ ખેતી કરી હતી ત્યારે હવે ઓલપાડના કરંજ ગામના ચેતન પટેલે નેધરલેંડ બ્રીડના કલર કેપ્સીકમ મરચાની ખેતી કરી નવો રાહ ચીંધ્યો છે .ઓલપાડના કાંઠા વિસ્તારના ખેડૂતો હવે ખેતીમાં બદલાવ કરી સારી કમાણી કરી રહ્યા છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે આવા પ્રગતિશીલ ખેડૂતોને  સબસીડી આપી ગુજરાતના ખેડૂતોને પોત્સાહન આપવું જોઈએ .