Palanpur : ઇકબાલગઢ ગ્રામજનો દ્વારા ચીલાચાલુ નિરાકરણ કરવા આવેદનપત્ર

ઇકબાલગઢ ગ્રામજનો દ્વારા ઇકબાલગઢ ગ્રામ પંચાયતમાં આપેલ આવેદનપત્ર નો ચીલાચાલુ નિરાકરણ કરવામાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.
તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ...જેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ઈકબાલ ગઢ ગામના સ્થાનિક વેપારી અને રહેવાસીઓ પાસેથી જાણવા મળે છે કે ઇકબાલગઢ ગામનો 60 ફૂટ વાળો જાહેરમાર્ગ ગંદકીથી ઉભરાઈ રહ્યું છે... અને.કોરોના.જેવી.મહામારી થી બચવા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા પણ જાણે ગામ પંચાયતના કર્મચારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે..
હાલમાં ઇકબાલગઢ ગામે ઇકબાલગઢ ગ્રામ પંચાયત દ્વારા દિવાળી જેવા મોટા તહેવાર હોવાથી નાના નાના વેપારીઓની દિવાળી ખરાબ કરવાના આશયથી આ ૬૦ ફુટ વાળા જાહેર માર્ગ ઉપર જેસીબી જેવા સાધનો લગાવી ગટર.ખોદવાનુ.અને ગંદગી ફેલાવાનો ચિલા ચાલુ કામ ચાલુ કરવામાં આવેલ છે જેના લીધે પાથરણાવાળા તથા નાના વેપારીઓને મોટી અગવડતા ઉભી થઈ છે ગ્રાહકો આવતા નથી વેપાર-ધંધા બંધ થઈ ગયા છે
તેથી ઇકબાલગઢ ગ્રામજનોની માગણી છે કે આ ચિલા ચાલુ ગટર વ્યવસ્થા થવાથી તમામ ગંદકી જાહેરમાં ફેલાશે અને કોરોના કરતાં પણ મોટી મહામારી ફેલાય તેવો ભય સતાવી રહ્યો છે જો આ ગટર વ્યવસ્થા દિવાળીના દિવસો બાદ હાથ ધરવામાં આવી હોત તો ટ્રાફિકનો પ્રશ્ન પણ ઉભો ના થોત અને લોકોની અવરજવર ઓછી હોવાથી વેપાર ધંધાને પણ નુકસાન માં નહિ થાત. હાલમાં ઇકબાલગઢ પંચાયત ગ્રામજનો સાથે ઓરમાયું વર્તન કરતી હોય તેવું જણાઈ આવે છે
શું આ ગટર ના પ્રશ્નો ચીલાચાલુ નિરાકરણ લાવવા અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી પરમિશન આપેલ હશે તેવા જવાબો જનતા માંગી રહી છે