Palanpur : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ

બૂટલેગરો નો દિન પ્રતિદિન ત્રાસ વધતો જતો જોવા મળી રહ્યો છે.તેમને પોલીસ તંત્ર ની કોઈ પણ ડર ના લાગતો હોય તેવું સામે આવી રહ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો દ્વારા દારૂની રેલમછેલ જોવા મળી રહી છે.ત્યારે અંબાજી પાસે વિદેશી દારૂ ઝડપાયો હતી. છાપરી પોલીસે સજાક રહીને કાર મા છુપાવેલો દારૂ પકડી પડ્યો હતો.આબુરોડ થી અંબાજી તરફ લઈ જવાતો હતો દારૂ
રામ અવતાર મીણા અને તેમની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમ્યાન દારૂ મળી આવ્યો હતો. બૂટલેગરો દ્વારા કાર ની સીટ નીચે અને ડિક્કી મા દારૂ સંતાડેલો ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી મેસર ગામનો રહેવાસી મુકેશ પ્રજાપતી ને પોલીસે ઝડપી પાડયો હતો.
જીજે 1 આરજી 1661 મા દારૂ સંતાડેલો ઝડપવામાં આવ્યો હતો.
વિવિધ બ્રાન્ડ ની 416 બોટલ પોલીસે જપ્ત કરી અને કાર ચાલક પર આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.