Palanpur : સેવાયજ્ઞ ફાઉન્ડેશન અને છાપી પ્રેસ યુનિટી દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

સેવાયજ્ઞ ફાઉન્ડેશન અને છાપી પ્રેસ યુનિટી દ્વારા કોરોના વોરિયર્સ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
છાપી પ્રેસ યુનિટી અને સેવાયજ્ઞ ફાઉન્ડેશન દ્વારા સન્માનપત્ર એનાયત કરાયુ હતું.
દેશભરમાં કોરોના એ હાહાકાર મચાવ્યો નાખ્યો છે. તેથી હાલમાં લોકો બીજા લોકોના હિત માટે કંઈક ને કંઈક કરતા હોય છે.કોરોના કહેર વચ્ચે કેટલાય લોકો કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે.લોકોના હિત માટે અમુક દાતાઓ શ્રી ઓ દ્વાર માસ્ક તેમજ સેનેટાઈઝર નું પણ વિતરણ કરવામાં આવતું હોય છે અને અમુક સમયે આયુર્વેદિક ઉકાળાનું પણ આયોજન કરીને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા લોકો પોતાના પરિવારજનો ની ચિંતા કર્યા વગર ડોક્ટર તેમજ અન્ય લોકો બીજા લોકોની સેવા, મદદ કરી રહ્યા છે, તેમ છતાં પણ લોકો જાણે આંખ આડા કાન કરીને ફરી રહ્યા હોય તેવું અમુક જગ્યાએ જોવા મળી રહ્યું છે ના તો કોઈ માસ્ક પહેરે છે કે ના તો કોઈ નિયમોનું પાલન કરે છે પોતાની રીતે જેમ ફાવે તેમ ફરી રહ્યા હોય તેવું દેખાય રહ્યું છે. હાલમાં જોવા જઈએ તો બીજી બાજુ દિવસેને દિવસે બનાસકાંઠામાં કોરોના ના કેસ સામે આવતા હોય છે. ત્યારે લોકો પોતાની જાતે જ સમજણપૂર્વક માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરે તો જ કોરોના ને હરાવી શકે તેમ છે, ત્યારે પાલનપુર તાલુકાના કાણોદર ગામે શેર મહંમદખાન ડિસ્પેન્સરી માં લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવતા દિપકભાઈ નાથાભાઈ પરમારે લોકડાઉન દરમિયાન કોરોના માં ખૂબ સારી સરાહનીય કામગીરી કરીને લોકોની મદદ કરી છે ત્યારે ગુરુવાર એમના જન્મદિવસ નિમિતે સેવાયજ્ઞ ફાઉન્ડેશનના ચેરમેન પ્રકાશભાઈ ધારવા અને છાપી પ્રેસ યુનિટી પ્રમુખ જગદીશ ભાઈ સોની અને સભ્યો દ્વારા સન્માનપત્ર આપી સાચા અર્થમાં કોરોના વોરીર્યરસ ને સન્માનિત કર્યા હતા અને હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર હેમંત ડામોર સાહેબ તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યો હતો તથા તેમના જન્મદિન નિમિત્તે તેમને કેક કાપી તેમને તથા મેડિકલ સ્ટાફ ને પ્રોત્સાહન મળે તે માટે છાપી પ્રેસ યુનિટી હંમેશા તત્પર રહેશે.