Prantij : નગરપાલિકા ખાતે વિકાસના કામોના ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પ્રાંતિજ ખાતે વિવિધ વિકાસ લક્ષી કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકા ખાતે નગરપાલિકાના વિકાસ માટે ગુજરાત સરકાર ની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના ૨૦૧૯-૨૦ વર્ષ ના વિકાસ લક્ષી કામોનું રોડ- રસ્તા , વરસાદી પાણી માટે ગટર લાઈન નું કામ તથા નગરપાલિકા ખાતે જનસેવા કેન્દ્ર બનાવવા સહિત ના વિકાસ લક્ષી કામો માટે કુલ - ૧કરોડ ૧૪લાખ ૬૯૫ ની રકમ ગુજરાત સરકાર દ્વારા નગરના વિકાસ માટે ફાળવવામાં આવી છે જેને લઇને આજ રોજ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્રાંતિજ નગરપાલિકા ખાતે ખાત મુર્હત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય બાદ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ફુલછડી આપી ને સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ , પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ , નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા , નગરપાલિકાના મુખ્ય અધિકારી ઉર્મિલા બેન સુમેસરા ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , તાલુકા પ્રમુખ બળવંતભાઇ પટેલ , મહામંત્રી ગીરીશભાઈ પટેલ , નિકુંજભાઇ રામી , નગરપાલિકાના ઉપપ્રમુખ જગદીશભાઇ કિમતાણી , નગરપાલિકાના બાંધકામ સમિતિ ના ચેરમેન રાજેશભાઈ ટેકવાણી , વર્ષાબેન સથવારા , નગરપાલિકાના કોર્પોરેટરો , ગામના આગેવાનો ભાજપ આગેવાનો કાર્યકરો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં તો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું .