Prantij : શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી

પ્રાંતિજ તા.૨૭|૧|૨૦૨૧
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી
જેમાં મતદારો ને વધુ માં વધુ મતદાન કરી મજબૂત લોકશાહિનું નિર્માણ થાયતે માટે શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઇ
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજાનાર છે જેમાં મતદારો વધુમાં વધુ મતદાન કરી મજબૂત લોકશાહી નું નિર્માણ થાય તે માટે ચુંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજતાલુકા પંચાયતથી પોસ્ટરો વિવિધ બેનરો સાથે બાઇક રેલી નિકળી હતી જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી હર્ષદભાઇ ચૌધરી દ્વારા લીલીઝંડી આપી રેલી નું પ્રસ્થાન કરાવ્યું હતું તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદ ના પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા , પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરા , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કાળુસિંહ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંતિજ તાલુકા ના પ્રાથમિક શિક્ષકો દ્વારા મોટી સંખ્યામાં બાઇક સાથે જોડાયા હતા અને વિવિધ બેનરો પોસ્ટરો સાથે બાઇક રેલી નિકળી હતી જેમાં પ્રાંતિજ બજાર ચોક થી ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવીને અમીનપુર , પોગલુ , પલ્લાચર , વદરાડ સહિત ના વિવિધ ગામોમાં મતદાર જાગૃતિ અભિયાન રેલી નિકળી હતી .