Rajkot : આયકર ખાતુ માંગી રહ્યું સાયાખત-વેચાણ દસ્તાવેજાની તમામ વિગતો

રાજકોટના હાઈ-ફાઈ અને લકઝરીયસ મનાતા 150 ફુટ રીંગરોડ, કાલાવાડ રોડ, મોટામવા, અમીન માર્ગ પર નિકાસ ખરીદવી માત્ર માલેતુજાર વ્યક્તિ-આસામીઓ જ વિચારી શકે છે. રાજકોટના આ લકઝરીયસ વિસ્તારોમાં થતા મિલ્કતોના સોદા પર પણ આયકર ખાતુ ટાપીને બેઠુ છે.
સાયાખત-વેચાણ દસ્તાવેજાની તમામ વિગતો દરરોજ આયકર ખાતુ સબ રજીસ્ટ્રાર ઝોન-5 પાસેથી માંગી રહ્યું હોવાની વિગત બહાર આવી છે. રાજકોટ શહેરના આઠ સબ રજીસ્ટ્રાર પૈકીના હાઈ-ફાઈ લકઝરીયસ એવા તમામ વિસ્તારો ધર્મેન્દ્ર કોલેજ બિલ્ડીંગમાં કાર્યરત સબ રજીસ્ટ્રાર ઝોન-5માં સમાવેશ થાય છે. સબ રજીસ્ટ્રારને દસ્તાવેજ નોંધણીની સાથોસાથ આવા તમામ વિસ્તારોમાં થતા સાટા ખત- વેચાણ દસ્તાવેજોની તમામ વિગતો દરરોજ આયકર ખાતાને આપવી પડે છે.
રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીના વર્તુળોના જણાવ્યા મુજબ નાના મવા સર્કલ, 150 ફુટ રીંગરોડ, કાલાવાડ રોડ, અમીન માર્ગ સહિતના વિસ્તારોમાં જંત્રીની સાથોસાથ બજાર ભાવ પણ ઉંચા છે. રિઅલ એસ્ટેટમાં મોટાભાગે 60-40ના રેસીયામાં વેચાણ દસ્તાવેજો થાય છે. જંગી કરતા બજારભાવ વધુ હોય છે. જંત્રી દર મુજબ દસ્તાવેજ થાય અને તફાવતની રકમ રોકડમાં ચુકવાતી હોવાની વર્ષોની પ્રણાલી છે.
રાજકોટના 150 ફુટ રોડ પર ગગનચુંબી- ઓમ લકઝરીયસ ઈમારતો અને તમામ સગવડતા સાથેના ફલેટોની કિંમત કરોડોમાં બોલાય છે. રાજકોટમાં અતિ આધુનિક- તમામ એમિનીટીઝવાળા સિલ્વર હાઈટસ રેસીડેન્સીલ તેમજ ઈમ્પીરીયલ હાઈટસ કમર્સીયલ બિલ્ડીંગ ગણાય છે. આ ઉપરાંત તાજેતરમાં મોટામવા વિસ્તાર પણ મિલ્કત વેચાણમાંહોટ ફેવરીટ બન્યું છે.
આયકર ખાતું આવા વિસ્તારમાં થતા તમામ સોદાઓની દરરોજે-દરરોજ વિગતો સબ રજીસ્ટ્રાર ઝોન-5 પાસેથી માંગે છે. રાજકોટમાં આ ઉપરાંત અમીન માર્ગ ઉપરાંત કાલાવડ રોડ પર પણ થતા મિલ્કત વેચાણ સાટાકતના તમામ રજીસ્ટ્રેશનોની વિગતો પણ સબરજીસ્ટ્રાર કચેરીઓ પાસેથી માંગવામાં આવે છે. રાજકોટમાં આઠ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં આમ તો સૌથી વધુ કામ સબ રજીસ્ટ્રાર ઝોન-2 અને 6માં રહે છે.
પરંતુ ઝોન-5માં મિલ્કતોની કરોડોની કિંમત ગણતી હોવાથી પણ ઝોન-5 સૌથી વધુ લકઝરીયસ કચેરી મનાય છે. આયકર ખાતા દ્વારા ઝોન-5 ઉપરાંત ઝોન-3માંથી પણ એકાદ કરોડથી ઉપરની મિલ્કતોમાં થયેલા વેચાણ દસ્તાવેજોની વિગતો માંગવામાં આવી રહી છે. આયકર ખાતા દ્વારા આ ઉપરાંત બેન્કો પાસેથી પણ મોટી રકમની લેવડ-દેવડના ચેકોની વિગતો માંગવામાં આવી રહી છે.
આયકર ખાતું હમણા-હમણામાં ખાસ કરીને સિલ્વર હાઈટસ, ઈમ્પીરીયલ હાઈટસમાં થયેલા સોદાઓની બિલ્ડીંગમાં નામજોગ તમામ દસ્તાવેજોની વિગતો માંગે છે. સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી દ્વારા આયકર ખાતાને આવા વેચાણ દસ્તાવેજો ઉપરાંત સાટાખતની તમામ વિગતો દરરોજ આપવામાં આવી રહી છે. સબ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ હમણા-હમણામાં મોટામવા વિસ્તારોમાં પણ થતા મિલ્કત વેચાણ દસ્તાવેજોની વિગતો માંગવામાં આવી રહી હોવાનું જણાવાયું છે. આયકર ખાતા દ્વારા આવા લકઝરીયસ વિસ્તારોમાં થતા વેચાણ દસ્તાવેજોની વિગતો મંગાતી હોય ચર્ચા જાગી છે.