Rajpipla : માલદીવથી કેવડિયા આવવા માટે સી.પ્લેન રવાના થયું

ગુજરાતના કેવડિયા ખાતે પીએમ મોદીએ ગત 31મી ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં ગુજરાતના અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ થી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ સુધી સીપ્લેન ચાલુ થવા જઈ રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સી પ્લેન માટે કુલ 16 રૂટ નક્કી કર્યા છે.એ પૈકી ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ અને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજય ડેમ વચ્ચે સી પ્લેન ઉડશે.સરદાર સરોવર નર્મદા ડેમના તળાવ નંબર 3 પર સી પ્લેન ઉતરશે, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવર નર્મદા ડેમ વચ્ચે સી પ્લેનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.હવે પીએમ મોદીના આગમન પહેલાં સાબરમતીમાં સી પ્લેનની તૈયારીનેઅંતિમ ઓપ અપાયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા હાઈડ્રોટ્રાફિકલ સર્વેની કામગીરી બાદ બન્ને રૂટ પર જેટી બનાવવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.એવિએશન મિનિસ્ટ્રી સાથે કો-ઓર્ડિશન કરી હંગામી ટર્મિનલ પણ ઉભુ કરાયુ છે.ઉડાન યોજના અંતર્ગત આ રૂટ પર 31 ઓક્ટોબરે સી પ્લેન ચાલુ થશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના કેવડિયા ખાતે નર્મદા ડેમના તળાવ નંબર 3 પર ગુજરાતના પ્રથમ સી પ્લેનની જેટી અને વોટર એરોડ્રામ બનાવાયું છે, જેમાં ટીકીટ વીંડો અને પ્રવાસીઓ માટેના એક રૂમની વ્યવસ્થા છે.માલદીવથી કેવડિયા આવવા માટે સી પ્લેન રવાના થયું છે, માલદીવથી -કોચીન- ગોવા થઈ સી પ્લેન નર્મદા ડેમના તળાવ નંબર-3 ખાતે 26 મી ઓક્ટોબરે બપોરે 3 વાગે લેન્ડ કરશે.31 મી ઓક્ટોબરે પીએમ મોદી કેવડીયાથી સી પ્લેનનું ઉદ્દઘાટન કરી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચશે.