Rajpipla : હરણકૂળનો પરિવાર મોટો થયો,પ્રવાસીઓના આનંદની લાગણી

કેવડીયા કોલોની ખાતે આવેલ સરદાર પટેલ ઝૂ લોજીકલ સફારી પાર્કમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ પ્રવાસીઓના આકર્ષણ માટે ખાસ રાખવામાં આવ્યા છે. જેમાં હરણ વિભાગમાં 2020 ના આખા વર્ષ દરમિયાન 61 જેટલા નવા બચ્ચા નો જન્મ થતાં હરણ કુળના પ્રાણીઓ નો પરિવાર મોટો થયો છે.
અહીં હરણાઓને અહીંનું વાતાવરણ સરસ રીતે માફક આવી ગયું છે.જેમાં વર્ષ દરમિયાન હરણાઓને નવા બચ્ચાનો વધારો થતાં હરણાઓની સંખ્યામાં વધારો થતાં પ્રવાસીઓ તથા કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર હરણ વિભાગમા હરણ ની અલગ અલગ જાતો રાખવામા આયી છે. જેમા ચીત્તલ,કારીયાર, સાબર,ચૌસિંગા,ભેખડા, થામીન,ગોરલ,ચિંકારા અને સફેદ કારીયાર એમ અલગ અલગ જાતો હરણ મા ચીત્તલ ના 06, કારીયાર ના 19,સાબર ના 11,ગોરલ 02, થામીન ડિયર ના 01,ચૌસિંગા ના 05, ભેખડુ ના 01, ચિંકારાના 02 અને સફેદ કારીયાર ના 14 મળી કુલ આખા વર્ષ દરમિયાન 61 જેટલા નવા બચ્ચાનો જન્મ થયા હોવાનું જાણવા મળેલ છે.
અહીંના કર્મચારીઓ પ્રાણીઓ સાથે ખૂબ સારી રીતે હળી મળી ગયા છે.જેમાં એનિમલ કીપર હોય તો હરણ વિભાગમાં સોનુ,બોડી,છોટુ વગેરે નામો પણ પાડ્યા છે.
એનિમલ કીપર તડવી અજય ના જણાવ્યા અનુસાર અમુક કેસ મા માદા હરણ પોતાના બચ્ચા ને જન્મ આપી દૂધ પીવડાવવા નજીક આવતી નથી અને બચ્ચા ને છૂટું મૂકી દે છે આવી પરીસ્થિતિ મા કીપરો ધ્વારા આવા બચ્ચા ની વિશેષ કર્જી લેવામા આવે છે અને બોટલ વડે દૂધ પીવડાવી પીવડાવી ને પોતાના છોકરાઓ ની જેમ હરણ ને ઉછેડી રહ્યા છીએ.હરણને સવાર મા નાસ્તા માટે એન્ટીલોપ ફીડ અને ત્યાર બાદ લીલુ ઘાસ અને સાંજે ચણા આપવામા આવે છે. હરણ પરિવારમાં 61 નવા મહેમાનો આવતા હરણાવૃંદ પણ ગેલમાં આવીને બચાવો ને વહાલ કરવા અને સ્તનપાન કરાવતા દ્રશ્યો પણ જોવા મળે છે.