Surat : અઠવા ઝોનમાં કામ કરતા સફાઈ કામદારે કર્યો આપઘાતનો પ્રયાસ

સુરત મહાનગર પાલિકાની અઠવા ઝોનમાં કામ કરતા સફાઈ કામદારે મુખ્ય ઓફિસ બહાર ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઉપરી અધિકારીઓના ત્રાસને કારણે આ પગલુ ભર્યુ હોવાનો આક્ષેપ ક કર્યો છે.
સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં સફાઈ કામદારે આપઘાતનો પ્રયાસ કર્યો હોય છે. અઠવા ઝોનમાં કામ કરતાં સફાઈ કામદારે મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં ફિનાઈલ પી લેતા ચકચાર મચી જવા પામી છે. કર્મચારીએ ફિનાઈલ પી લીધા બાદ કચેરીના પટાંગણમાં જ ઉલટીઓ કરવાનું શરુ કર્યું હોય છે. જેથી કચેરીમાં કામ કરતાં કર્મચારીઓ બહાર દોડી આવ્યા હોય છે. તાત્કાલિક યુવકને હોસ્પિટલ ખસેડવા માટે 108 એમ્બ્યુન્સની મદદ લેવામાં આવી છે. સફાઈ કામદારે ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. અગાઉ ફરિયાદ અધિકારીઓને કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં ફિનાઈલ પી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફિનાઈલ પી લેનાર સફાઈ કામદાર પાસેથી જય બુધ્ધ કર્મચારી યુનિયન તરફથી પાલિકા કમિશનરને લખાયેલી રજૂઆતનો કાગળ મળ્યો છે. જેમાં આક્ષેપ કરાયા છે કે અઠવા ઝોન ગવીયર વી.બી.ડી.સી.ના પ્રાઈમરી દિલીપ પટેલ કામદારો પર ત્રાસ ગુજારે છે. ખેતીવાડીનું અને ઘરનું કામ તથા પાર્ટીઓ આપે અને એ કામ ન કરવામાં આવે તો હેરાન પરેશાન કરવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યાં છે.
પાલિકાની મુખ્ય કચેરીના પટાંગણમાં જ ફિનાઈલ પીને સફાઈ કામદારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કર્મચારીઓને જાણ થતાં પોતાના કામ મૂકીને પટાંગણમાં દોડી આવ્યાં હતાં. બાદમાં કામદારને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પાલિકાની મુખ્ય કચેરીમાં જ આપઘાતના પ્રયાસથી ચકચાર મચી ગઈ હતી.