Surat : કાપોદ્રાના યુરો મેગા સ્ટોરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

સુરત ના કાપોદ્રા મેઈન રોડ પર આવેલા યુરો મેગા સ્ટોર મા રાત્રી દરમ્યાન તસ્કરો ફોરવહીલ લઈ ત્રાટકયા હતા જોકે ચોરો ને વીલા મોઢે ફરવાનો વારો આવ્યો હતો જે ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી
સુરત મા તસ્કરો બેફામ થયા છે પોલીસ ને જેમ ખુલ્લો પડકાર ફેકતા હોય તેમ મેઈન રોડ પર ચોરી ની ઘટનાઓ બની રહી છે વહેલી સવારે કાપોદ્રા ખાતે આવેલા જે આર પ્લાઝા માં આવેલ યુરો મેગા સ્ટોર મા ચોરો કાર લઈ ચોરી કરવા આવ્યા હતા ચોરી કરવા માટે શટર ઊંચું પણ કર્યું હતું પરંતુ સેન્સર લોક હોવાથી ચોરો ચોરી કરી શક્યા નહતા જેની તમામ ઘટના સીસીટીવી કેમેરા મા કેદ થઈ ગઈ હતી જે રીતે સીસીટીવી મા દેખાઈ રહ્યું છે તે પ્રમાણે એક કાર આવે છે અને તેમાં થી ત્રણ વ્યક્તિઓ ઉતરી ચોરી કરવા માટે દુકાન તરફ આવે છે અને એક વ્યક્તિ રેકી કરી રહ્યો છે બે વ્યક્તિ દ્વારા શટર ઊંચું કરવામાં આવે છે અને ત્યાર બાદ દુકાન મા ઘુસવા નો પ્રયત્ન કરે છે જેવી ખબર પડે કે દુકાન મા સેન્સર લોક છે તો ચોરો સીધા જ ઉભી પૂછડીયે ભાગી જાય છે
મહત્વનું છે કે વહેલી સવારે વરાછા મેઈન રોડ પર પોલીસ મથક ની સામે જ રિલાયન્સ ડિજિટલ મા ચોરી ની ઘટના ને અંજામ આપ્યો હતો અને ફરી થી તેજ અરસા માં કાપોદ્રા ખાતે યુરો મેગા સ્ટોર માં ચોરી નો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટના થી પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉભા થયા છે હવે પોલીસ ચોરો ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.