Surat : કિશોરીની છેડતી મામલાને મારામારીના બનાવમાં ખપાવી દેવાયો

પાંડેસરા પોલીસ કોઈને કોઈ કારણે વિવાદમાં રહેતી હોય છે ત્યારે હવે કિશોરીની છેડતી મામલાને માત્ર મારામારીના બનાવમાં ખપાવી દેવાયો હોવાના આક્ષેપ સાથે કિશોરીના પરિવાર દ્વારા પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ન્યાયની માંગ કરી છે.
સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવા પહોંચેલા પાંડેસરા ભેસ્તાન ખાતે આવેલ વાઘરીવાડમાં રહેતા શ્રમજીવી પરિવારે આક્ષેપ સાથે કહ્યુ હતું કે તેઓની 15 વર્ષની પુત્રીને ઘર પાસે જ રહેતા આરોપીઓ તેમાં કાર્તીક વાઘેલા, દશરથ વાઘેલા, અજય વાઘેલા, વારંવાર છેડતી કરી હતી અને ગત 16મીએ દશરથ વાઘેલાએ કિશોરી ઘરના ઓટલા પર હતી ત્યારે તેનો હાથ પકડી પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો જો કે કિશોરીના બનેવીએ જોઈ જતા આરોપીના માતા-પિતાને બોલાવી જણાવતા તમામ ઉશ્કેરાઈ ગયા હતા અને શાંતુબેન વાઘેલા સહિત 10 લોકોએ શ્રમજીવી પરિવાર પર હુમલો કર્યો હતો એટલામાં જ પાંડેસરા પોલીસ આવતા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. જો કે પાંડેસરા પોલીસ માત્ર મારામારીની ફરિયાદ નોંધી મુળ છેડતીની ફરિયાદ ન લેતા પરિવારે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ન્યાયની માંગ કરી છે. હાલ તો જાણે પાંડેસરા પોલીસે શ્રમજીવી પરિવારની કિશોરી પર જાણે અસામાજિક તત્વો કોઈ અઘટિત ઘટના કરે તેની રાહ જોઈ રહી હોય છેડતીની ફરિયાદને રફેદફે કરી દીધી હોવાને લઈ પાંડેસરા પોલીસ પર શ્રમજીવી પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો.