Surat : કતારગામ ઝોનમાં માસ્ક ઉતારી બેઠેલા કર્મચારીઓનો વિડીયો વાયરલ

કોરોનાની મહામારીમાં લોકોને માસ્ક માટે દંડ કરનાર મનપાના અધિકારી અને કર્મચારી જ માસ્ક ન પહેરતા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે કતારગામ ઝોનમાં
માસ્ક ઉતારી બેઠેલા કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક અધિકારીએ પોતે જ માસ્ક ન પહેર્યુ હોય 200 રૂપિયાનો દંડ ભર્યો હતો.


કોરોના સંક્રમણના પગલે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે માસ્ક વગરના લોકો પાસેથી પાલિકા અને પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
મહાનગર પાલિકાની કતારગામ ઝોન ઓફિસમાં કોંગ્રેસના કાર્યકરે અધિકારીઓનો વીડિયો બનાવ્યો છે. જેમાં એક અધિકારી માસ્ક વગર દેખાય છે. તેને વીડિયો
બનાવનારે માસ્ક શું કામ નથી પહેર્યું તેવા સવાલો કરીને દંડ ભરવા અનુરોધ કર્યો છે. જેથી અધિકારીએ પોતાની પાસે રહેલી પાવતિ બૂકમાંથી 200 રૂપિયાનો દંડ ભરી દીધો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં લોકોએ અધિકારીએ 200 રૂપિયા દંડ ભરતા સવાલો ઉભા કર્યા છે. સામાન્ય માણસો પાસેથી તંત્ર હજાર રૂપિયા વસૂલે છે તો અધિકારી જાતે 200 રૂપિયા કેમ ભરી શકે તેવા સવાલો પણ ઉભા થયા છે.
હાલ તો વિડીયો ઉતારનાક કોંગરેસી કાર્યકર પોલીસ અને મનપા તંત્ર દ્વારા કરાતી બેજવાબદારી ભરી કામગીરીનો વિડીયો બનાવી વાયરલ કરી રહ્યો છે તો અગાઉ પોલીસના વાહનના કાગળો અંગે વિડીયો વાયરલ કરતા તેની ધરપકડ પણ કરાઈ હતી.