Surat : ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે વિકાસ ગાથા બુકનું લોકાર્પણ

ભારતીય જનતા પાર્ટીએ વિકાસની સિલ્વર જ્યુબિલી પુર્ણ કરી હોય જે પ્રસંગે વિકાસ ગાથા બુક નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાઈ હતી.
સતત 25 વર્ષથી ગુજરાતમાં શાસન ચલાવી રહેલી ભારતીય જનતા પાર્ટી હાલ સિલ્વર જ્યુબિલી વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે સુરતમાં ભારતીય જનતા પાર્ટીની 254મી વિકાસ ગાથા બુકનું ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતું. ઉધના દરવાજા ખાતે આવેલ ભાજપ કાર્યાલયમાં યોજાયેલ વિકાસ ગાથા બુકના વિમોચન સમયે સી.આર. પાટીલ સાથે સ્થાનિક નેતાઓ, હોદ્દેદારો, કાર્યકરો સહિતનાઓઓ હાજર રહ્યા હતાં.
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી એક હથ્થુ શાસન ચલાવી રહી છે. જે શાસનમાં થયેલા અનેક વિકાસના કામોની બુક બનાવી તેનું વિમોચન પ્રદેશ પ્રમુખના હસ્તે શુક્રવારના રોજ કરાયુ હતું.